કચ્છમાં મીઠાંની 38 લીઝ નકારતી હાઇકોર્ટOctober 12, 2018

 ત્રણ સપ્તાહમાં જમીન ખાલી કરવા પક્ષકારોને અપાયો આદેશ
ભૂજ તા.12
કચ્છમાં મીઠા ઉત્પાદનના વધુ કેટલાંક લીઝધારકોની તકલીફમાં વધારો થયો છે. વન્ય જીવ અભ્યારણ્યના ભાગમાં આવતી જમીનોની જે 38 લીઝ મંજુર થઇ હતી, એ હવે હાઇકોર્ટે નકારી છે.
ભચાઉ તાલુકાના કડોલ પાસે આવેલા અભયારણ્યમાં અગાઉ ફાળવાયેલી જમીનના પ્રકરણમાં જમીનની 38લીઝ હાઈકોર્ટ દ્વારા નકારવામાં આવી છે. પક્ષકારોને તેમના કબજાની આ જમીન ત્રણ સપ્તાહમાં ખાલી કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં ગુજરાતની વડી અદાલતમાં થયેલી સુનાવણીની વિગતો એવી છે કે, કચ્છની વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીના ભાગમાં આવતી સર્વે ન કરાયેલી જમીન 38 પક્ષકારો દ્વારા મીઠાના વ્યવસાય માટે માગવામાં આવી હતી, જે અંતર્ગત મંજૂર થયેલી જમીનો પણ કેન્સલ કરતો હુકમ વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.
ભચાઉ તાલુકાના કડોલ પાસેના અભયારણ્યની જમીનના મુદ્દામાં જે તે સમયના નાયબ કલેકટરે 1991થી 2011ના 20 વર્ષ માટે નમક ઉત્પાદન માટે જમીનની મંજુરી આપી હતી, જેમાં સેન્ચ્યુરીના ધારાધોરણો પણ જણાવાયા હતા. ત્યારબાદ 1972ના વન્ય જીવ ધારા મુજ આ લીઝ કેન્સલ કરવી જરુરી બને તેમ હતું. નાયબ વનસંરક્ષક દ્વારા આ અંગે પ્રક્રિયા પણ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં થયેલી સુનાવણીમાં હાઈકોર્ટના જજ દ્વારા વિવિાધ ચૂકાદાઓ ટાંકવામાં આવ્યા હતા. મોકૂફ રાખેલા ઓર્ડર અંગે એમ જણાવ્યું હતું કે, આ પીટીશન રદ થવી જોઈએ. ત્રણ સપ્તાહમાં લીઝ કરાયેલી જમીન ખાલી કરવાનો પણ આદેશ કરાયો હતો.