નડતર દૂર કરવાના બહાને રૂા.10.50 લાખના ઘરેણાં લઇ ગઠિયાગેંગ ગાયબOctober 12, 2018

 રાજકોટનાં શ્રમિકને ધાર્મિક વિધિના બહાને શીશામાં ઉતાર્યા: ચાર શખ્સ સામે ફરિયાદ
રાજકોટ તા.12
રાજકોટ સહીત દેશભરમાં લોકો પૈસા કમાવવા માટે અનેક કીમિયાંઓ અજમાવતા હોય છે જયારે 21મી સદીમાં પણ લોકો નડતર અને અડચણ જેવી સમસ્યાઓ સમજીને અંધશ્રદ્ધામાં ભોળવાઈ જતા હોય છે ત્યારે રાજકોટના બે શખ્સોના દુ:ખ દર્દ દૂર કરવાની ધાર્મિક વિધિના બહાને ટીવી ચેનલની એક જાહેરાત આધારે સંપર્ક કરી ચાર ગઠિયાઓ 350 ગ્રામ સોનુ લઇ નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે ભોગ બનનાર બે મિત્રોને કોળિયા વચ્ચે સોનુ રાખી આપેલા કોળિયા ઘરે જતા સોનુ લોખંડ બની ગયું હતું.
21મી સદીમાં પણ પોલીસ ચોપડે નોંધાયેલ અંધશ્રદ્ધાના કિસ્સાની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ ઉપર અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને શાપર વેરાવળ કારખાનામાં કામ કરતા રાજેશ કેશુભાઈ રૂપાપરા નામના પટેલ યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે એક લોકલ ટીવી ચેનલમાં ગુરુ મોસજી બંગાળી બાબાની જાહેરાત અને ફોન નંબર આવતો હતો તેઓ દુ:ખ, બીમારી, ધંધામાં નડતર બધું દૂર કરી દેતા હોય છે આ જાહેરાત અન્વયે ફોન કરતા તેઓએ માલવિયા ચોક પ્રમુખ સ્વામી આર્કેડ બીજા મળે ઓફિસે બોલાવતા ત્યાં જતા કાઉન્ટર ઉપર નદીમ અહેમદખાન અને જિબ્રાન બે માણસો બેઠેલા હતા તેઓ અંદરના રૂમમાં લઇ જતા માથે કાળું કપડું બાંધી બેઠેલા બાબાએ પોતાનું નામ આસિફ ઉર્ફે સોનુ બતાવ્યું હતું તેને
(અનુસંધાન પાના નં. 8)
તકલીફ જણાવતા તેણે નડતર શું છે તે જાણવાની વિધિ માટે 4500 માંગ્યા હતા તે આપ્યા બાદ બીજા દિવસે ગુરુજી આસિફનો ફોન આવ્યો હતો અને ઓફિસે બોલાવતા કાગળની ભૂંગળી વળેલા ત્રણ તાવીજ આપ્યા હતા જે ઘરની બહાર કોઈનું ધ્યાન ન પડે તે રીતે સળગાવી નાખવા જણાવ્યું હતું તેવું ત્રણ દિવસ કર્યા બાદ ફરીથી ત્રણ દિવસ આવા જ તાવીજ સળગાવવામાં આપ્યા હતા બાદમાં ઓફિસે બોલાવતા ત્યાં દિલ્હીથી ગુરુજી જાકીર મલિક આવેલા હતા તેઓએ આ ભાઈનું કામ થતું નથી તેવું જણાવતા કંઈક ચિઠ્ઠીમાં લખી એક માણસ નડે છે કોડિયામાં 200 ગ્રામ સોનુ વચ્ચે રાખી વિધિ કરવાનું કહ્યું હતું જેથી 200 ગ્રામ દાગીના બે કોળિયા વચ્ચે રાખી લાલ કપડામાં બાંધી ઘરે વિધિ ચાલુ કરી હતી આ અંગે મિત્ર જગદીશભાઈ પીઠવાને કહેતા તેઓ પણ ત્યાં આવ્યા હતા અને તેઓએ પણ 150 ગ્રામ સોનુ આ રીતે કોળિયા વચ્ચે રાખી કપડામાં બાંધી વિધિ કરી હતી અને છેલ્લી વિધિ માટે બંનેને એ કોળિયા લઈને ઓફિસે બોલાવ્યા હતા.
બંને દ્વારા લાલ કપડું ખોલી તેમાં ગુલાબના ફૂલ નાખી વિધિ કરી ફરીથી બંધ કરી દીધા હતા અને બીજા દિવસે સવારે 11 વાગ્યે કોળિયા ખોલવાનું જણાવ્યું હતું બીજા દિવસે આસિફે ફોન કરી એક કલાક પછી ખોલજો તેવું જણાવતા એકાદ કલાક પછી ફોન કરતા આસિફનો ફોન બંધ આવતા શંકા જતા બંનેએ લાલ કપડાં ખોલીને જોતા અંદર રાખેલા દાગીના ગાયબ હતા અને તેની જગ્યાએ ખીલ્લી અને ઇમિટેશન જોવા મળ્યું હતું બાદમાં ઓફિસનો સંપર્ક કરતા ચારેય શખ્સો ભાગી ગયા હતા આમ 10.50 લાખની છેતરપિંડી અંગે અંતે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પીએસઆઇ એસ વી સાખરા સહિતના સ્ટાફે ટોળકીની શોધખોળ હાથ ધરી છે.