સરકારી કર્મીઓને GPF પર હવે મળશે 8% વ્યાજOctober 12, 2018

નવી દિલ્હી તા,12
રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓને ૠઙઋ પર 8 ટકાના દરે વ્યાજ અપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2018-19 દરમ્યાન સામાન્ય ભવિષ્ય નીધિ અને અન્ય સમાન નિધિમાં જમા રકમ પર અગામી ત્રણ માસ માટે 8 ટકાનું વ્યાજ આપવાની જાહેરાત કરી છે. આ મુદ્દે સરકારે પરિપત્ર જાહેર કર્યો છે.
સરકારી કર્મચારીઓ માટે જે સંચિત નિધિની વ્યવસ્થા છે, તેને જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) કહેવામાં આવે છે. આમાં માત્ર સરકારી કર્મચારીઓનું જ યોગદાન હોય છે, સરકાર પોતાનું કોઈ યોગદાન આમાં આપતી નથી. સરકારે આ જીપીએફ યોજના સાથે જોડાયેલા વ્યાજદરની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સરકારે સરકારી કર્મચારીઓને જીપીએફ ઉપાડની પણ રાહત આપી હતી. સરકારે પોતાના કર્મીઓને બાળકોના પ્રાથમિકથી લઈ ઉચ્ચશિક્ષણ માટે જીપીએફમાંથી ઉપાડ લેવાની જાહેરાત કરી હતી.
આ રીતે જનરલ ફંડના નિયમોમાં અનેક છૂટછાટોની પણ જાહેરાત કરી હતી. જેમ કે જીપીએફના ઉપાડ માટે દસ્તાવેજી પુરાવાઓની આવશ્યકતા પણ ખતમ કરી દેવામાં આવી છે. હવે
કર્મચારી માત્ર અરજી કરશે તો પણ તેનું કામ થઈ જશે. માત્ર 15 દિવસમાં કર્મચારીને નાણા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, માંદગી જેવા કારણોમાં તો 15 દિવસનો પણ સમય નહી લાગે.
આ સાથે સરકારી કર્મીઓને આવાસ માટે ઉપાડની મર્યાદા પણ વધારી 90 ટકા કરવામાં આવી હતી. વાહન ખરીદવા માટે જમારાશીના 3/4 રકમ ઉપાડી શકાય છે. આટલું જ નહી યાત્રા પ્રવાસ માટે પણ જીપીએફ એડવાન્સ લઈ શકાશે.