મોઢું ફાડતી વિપદામાં 250 કરોડનું બટકું!


અમદાવાદ: પૂર્વ ગીરમાં 23 સિંહોના મોત બાદ ગુજરાત સકારે એશીયાટિક સિંહોની જાળવણી માટે રૂા.250 કરોડ ફાળવ્યા છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર બાંધવા, નવા સ્ટાફની ભરતી કરવા માટે અને નવી રેન્જ બનાવવા માટે રૂપિયા ફાળવ્યા છે. આખી દુનિયામાં પ્રખ્યાત એશીયાટીક સિંહો માત્ર ગીરમાં જ જોવા મળે છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીલ રિસર્ચે જાહેર કર્યું છે કે 27માંથી 21 સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી) જોવા મળ્યો છે. આઈસીએમઆરની વેબસાઈટ પર આ રિપોર્ટ અપલોડ થયાના 24 કલાક બાદ પણ અધિકારીઓએ આ અગત્યની માહિતી રાજયના
વનવિભાગને પહોંચાડી નહતી.
સિંહોનું રેસ્ક્યુ કરવામાં કે તેમની યોગ્ય સારવાર કરવામાં નડતી આ સમસ્યાઓને દૂર કરવા માટે રાજય રસકારે ક્ધઝર્વેશન પ્લાન બનાવ્યો છે. આ વાતને સમર્થન આપતા વન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહોના જતન માટે 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આમાં રેસ્ક્યુ સેન્ટર બનાવાશે માળખાગત સુવિધાઓ ઉભી કરાશે અને નવા સ્યાફની ભરતી કરવામાં આવશે. આવનારા ત્રણ વર્ષોમાં આ તમામ પ્રવૃત્તિઓ અમલમાં મૂકાશે.