ગડકરીએ હદ કરી: કહ્યું, હું એવું કશું બોલ્યો જ નથીOctober 12, 2018

 મીડિયાએ મારા નિવેદનને વિકૃત
રીતે રજૂ કર્યું અને
રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કર્યો
નવી દિલ્હી તા,12
અમે 2014ની ચૂંટણી જીતવા માટે મોટા મોટા વચનો આપ્યા હતા, એવા કેન્દ્ર સરકારના પ્રધાન નીતિન ગડકરીના વીડિયોને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પર વહેતો મૂક્યો હોવાની બાબતને ગડકરીએ એકદમ ખોટા અહેવાલ લેખાવીને રદીયો આપ્યો છે.
રાહુલે મૂકેલા વીડિયો અને કરેલી ટિપ્પણી ગડકરીની મરાઠીમાં મુલાકાત સંદર્ભે છે. તેમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ગળા સુધીનો વિશ્ર્વાસ હતો કે અમે કદાપિ સત્તા પર નહીં આવી શકીએ. આથી કેટલાક નેતાઓએ સૂચન કર્યું
હતું કે મોટા મોટા અને ખોટા ખોટા વચનો આપો આથી કામ થઈ શકે એમ છે. જો સત્તા પર ન આવીએ તો આપણે કોઈ પરીતે જવાબદાર નહીં ઠરીએ.નાના પાટેકરે મરાઠીમાં લીધેલા એક ઈન્ટરવ્યૂમાં ગડકરીએ સ્વીકાર્યું હતું કે મારી સરકાર જનતાને
આપેલા વચનોનું પાલન કરવામાં નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટિપ્પણ કરી હતી કે તમે ખરા છો. જાહેરજનતાનું માનવું છે કે સરકારે તેમના સમણાં અને વિશ્ર્વાસનો ભાંગીને ભુકો કરી નાખ્યો છે. 78 દિવસ અગાઉ હું જ્યારે મરાઠી ચેનલને મુલાકાત દેવા ગયો તે વેળાએ મેં તેમને કહ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણી વેળાએ દેવેન્દ્ર ફડનવીસ તથા ગોપીનાથ મુંડે ટોલ પ્લાઝાની ફી અંગે ચૂંટણીના વચન અંગે ચર્ચાવિચારણા કરી રહ્યા હતા. તેની સામે મેં વાંધો ઊઠાવ્યો હતો કે તેને અમલમાં મૂકવાનું ભારે પડી જાશે. આથી આપણે આવડું મોટું વચન નથી દેવું. મેં તેમને કહ્યું કે અમે બહુધા વિપક્ષમાં જ રહ્યા છીએ. સત્તા પર હોવાનો અનુભવ ઓછો છે આથી ચૂંટણી વેળાએ વચનોની લહાણી કરતી વખતે થોડીક સમસ્યા નડે છે. હું હરહંમેશ ચૂંટણીમાં કરેલા વચનો નીભાવું છું મીડિયાના કેટલાક હિસ્સાએ મારા નિવેદનોને મારીમચડીને વિકૃત કરીને રજૂ કર્યા છે.