ગ્લોબલ વોર્મિંગથી બચવા માટે માંસાહાર ઘટાડો: વૈજ્ઞાનિકોOctober 12, 2018

 જો પશ્ર્ચિમી દેશો માંસના વપરાશમાં 90% ઘટાડો નહીં કરે તો 2050
સુધીમાં 10 બિલિયન લોકોની માઠી દશા
પેરિસ તા,12
વૈજ્ઞાનિકોના અભિપ્રાય મુજબ પૃથ્વીના વાતાવરણમાં આવતા બદલાવને ટાળવા માનવ સમુદાયે માંસાહારનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસને અંતે જણાવ્યું છે કે માણસના આહારની અસર વાતાવરણ અને આબોહવા પર પણ થાય છે.જે રીતે પૃૃથ્વીના પર્યાવરણમાં ઝડપથી બદલાવ આવી રહ્યો છે,
ગરમીનું પ્રમાણ દીનપ્રતિદીન તીવ્ર પણે વધી રહ્યું છે એ જોતા પશ્ર્ચિમના દેશોએ તેમના માંસના વપરાશમાં 90 ટકા ઘટાડો કરવાની જરૂર છે. નહીંતર 2050 સુધીમાં વિશ્ર્વના 10 બિલિયન લોકોના જીવનધોરણ પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના સર્વેના અહેવાલમાં જણાવવામાં આવી છે એવું ફૂડ પ્રોડકશન જે પૃથ્વીના ગ્રીનહાઉસ ગેસને જંગલ વિસ્તારને તથા પાણીના જથ્થાને અસર કરે છે તે પૃથ્વીના વાતાવરણને બદલવામાં મહત્ત્વની નકારાત્મક ભૂમિકા ભજવે છે.પર્યાવરણમાં બદલાવવાની વિપરીત અસર ખેતી પર પણ પડે છે. જેને કારણે ન કેવળ વાતાવરણ પર, પરંતુ આર્થિક, સામાજિક સ્તર પણ અસર પડે છે. તમામ પરિબળો માણસની કાર્યક્ષમતા પર પણ વિપરીત અસર ઊભી કરે છે.ગ્લોબલ વાર્મિંગનો ઉલ્લેખ કરી વૈજ્ઞાનિકોએ વનસ્પતિજન્ય આહારનો વધારો કરવા, ફૂડ વેસ્ટ ટાળવા તથા ટેક્નોલોજીના વપરાશ દ્વારા ખેતીની ઉત્પાદન ક્ષમતા વધારવા અનુરોધ કર્યો છે.