ત્રીચી એરપોર્ટની દિવાલે વિમાન ટકરાયુંOctober 12, 2018

નવી દિલ્હી/તામિલનાડુ તા.1ર
તામિલનાડુના ત્રિચી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ત્રિચીથી દુબઈ જતી ફ્લાઈટ એરપોર્ટની એક કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાઈ ગઈ અને ત્યારબાદ ફ્લાઈટમાં કેટલીક ટેક્નીકલ ખામીઓ સર્જાઈ. વિમાનની મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં સવાર મુસાફરો અને ક્રુ સભ્યોને કોઈ નુકસાન થયું કે નહીં તે અંગે કોઈ અહેવાલ નથી. ડીજીસીએએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે.કહેવાય છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ ઈંડ-611 મોડી રાતે લગભગ દોઢ વાગ્યે ત્રિચી (તિરુચેરાપલ્લી) તામિલનાડુથી દુબઈ જવા માટે ઉડી હતી. વિમાનમાં લગભગ 136 મુસાફરો સવાર હતાં. ટેક ઓફ દરમિયાન ફ્લાઈટ એરપોર્ટની સેફ્ટી વોલ સાથે ટકરાઈ. આ ઘટના બાદ વિમાનનો સંપર્ક અઝઈ સાથે તૂટી ગયો હતો. ત્યારબાદ સવારે 5.39 વાગે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એન્જિનમાં ખરાબી આવ્યાં બાદ પાઈલટે વિમાનની સ્પીડ ઓછી કરી હતી અને ત્યારબાદ ઈન્દોરમાં સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં જ મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં હવાનું દબાણ ઓછી થઈ જવાના કારણે મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.