હું પહેલા પૈસા માટે ફિલ્મોમાં કામ કરતી હતી હવે નથી કરતી: નીના ગુપ્તાOctober 12, 2018

મુંબઈ તા,12
નીના ગુપ્તા ‘બધાઈ હો’ માં જોવા મળવાની છે. તેનું કહેવું છે કે તેણે પૈસા માટે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. એક વર્ષ પહેલાં નીના ગુપ્તાએ કામ આપવાની અપીલ કરી હતી. ત્યાર બાદ નીનાને અનેક સારા પ્રોજેક્ટસ પણ મળ્યા હતા, જેમાંની એક હતી ‘મુલ્ક’ અને હવે તેની ‘બધાઈ હો’ રિલીઝને આરે છે.
આ વિશે નીના ગુપ્તાએ કહ્યું હતું કે ‘મેં પહેલાં ‘મુલ્ક’ માં કામ કર્યુ અને
પછી ‘બધાઈ હો’ માં. ઘણા સમય
બાદ મને સારી સ્ક્રિપ્ટ મળી. પહેલાં હું માત્ર પૈસા માટે કરતી હતી,પરંતુ હવે નથી કરતી.’
‘બધાઈ હો’ ના શૂટિંગ વખતે આયુષ્માન ખુરાના તેને ફિલ્મની હિરોઈન હોવાનો અનુભવ કરાવતો હતો. આ સંદર્ભે નીના ગુપ્તાએ કહ્યુંં હતું કે આયુષ્માન સતત મજાક કરતો રહેતો, કહેતો હતો કે તમે તો આ ફિલ્મની હિરોઈન છો.