જાણો છો? વર્ષમાં બે વાર ઉજવાય છે બિગ-બીનો જન્મદિવસ..!

મુંબઇ તા.12
તા.11 ઓક્ટોબરના દિવસે જ બોલિવૂડ સ્ટાર બિગ બી-અમિતાભ બચ્ચનને શુભકામનાઓ આપવામાં નથી આવતી. તેમના કેટલાક મિત્રો 2 ઓગસ્ટના રોજ પણ તેમનો બર્થ ડે મનાવે છે. એક મોટી ઘટનાને કારણે અમિતાભ બચ્ચન વર્ષમાં બે વખત પોતાનો જન્મ દિવસ મનાવે છે. 1982 માં ફિલ્મ ફુલીના શુટિંગ દરમિયાન થયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતું કે બોલિવુડમાંથી બિગ બી વિદાય લઈ લેશે! અમિતાભને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. આ સર્જરીથી તેમના સ્પીલીનને દૂર કરવામાં આવી. ડોકટરી ભાષાના કહીએ તો અમિતાભ 11 મિનિટ સુધી મૃત અવસ્થામાં હતા.
તબીયત નાજુક હતી અને તબીબોની ટીમ સતત તેમની આસપાસ રહેતી હતી. એવામાં અમિતાભના મિત્ર મનેાજ દેસાઈ (ફિલ્મ ખુદા ગવાહના નિર્માતા) એ મીડિયાને એવું કહ્યું કે, અમિતાભ રહ્યા નથી. પણ આ વાત બ્રેકિંગ ન્યૂઝ ન બની. અમિતાભને સભાન કરવા માટે તબીબએ તૈયારીઓ શરૂ કરી અને હદયમાં એડ્રેનલિનનું ઈન્જેકશન આપ્યું. એવી આશા વ્યક્ત કરવામાં આવી કે અમિતાભને હવે વાંધો નહીં આવે. એવામાં જયા બચ્ચને અમિતાભની આંગળીઓમાં હલન-ચલન જોયું ત્યારે તેણે બૂમ પાડી કે, દેખો વો ઝિદા હૈ. ઈન્જેકશનને કારણે અમિતાભ ફરીથી સભાન અવસ્થામાં આવ્યા. ટીનુ આનંદ કહે છે કે, ફિલ્મ મેજરસાહેબમાં આ જ સિનને મૂકવા માટેની સલાહ આપવામાં આવી હતી. જે બિગ બીએ સ્વીકારી.
આ સલાહ અજય દેગવને આપી હતી. ત્રીસ વર્ષ બાદ પણ મનમોહન દેસાઈના પુત્ર કેતન દેસાઈ અને અન્ય કેટલાક લોકો તેમને બે વખત હેપી બર્થ ડે વીશ કરે છે.