ભુજના જદુરામાંથી દેશી હથિયારોની ફેક્ટરી ઝડપાઈ

ભુજ તા,11
પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજ નજીક આવેલા જદૃુરા ગામે એક રહેણાંક મકાનમાં દૃરોડો પાડી દૃેશી બંદૃુક-કટ્ટા બનાવવાની મીની ફેક્ટરીનો પર્દૃાફાશ કર્યો છે. બાતમીના આધારે એલસીબીએ ગત રાત્રે જદૃુરા ગામના નવાવાસની ત્રીજી શેરીમાં રહેતાં રહેમતુલ્લા ઓસમાણ થેબાના મકાનમાં દૃરોડો પાડ્યો હતો. દૃરોડા દૃરમિયાન પોલીસને ઘરમાંથી હાથ બનાવટની એક સિંગલ બેરલ મજલ લોડ બંદૃુક અને બાર બોરલની સિંગલ બંદૃુક મળી બે દૃેશી બંદૃુક, એક લોખંડની બેરલવાળો બંધ હાલતનો કટ્ટો (તમંચો) અને બાર બોરના દૃેશી બંદૃુકના ખાલી વપરાયેલાં 101 નંગ કાર્ટીસ મળી આવ્યાં હતા. ઘરમાંથી પોલીસને બાર બોરના રીફીલીંગ કરાયેલાં 8 નંગ કાર્ટીસ, પાના, નટબોલ્ટ, હથોડી, ફરશી વગેરે સાધનોનું ટૂલ બોક્સ, છરા અને ગોળીઓ બનાવવા માટેનું સીસું અને ઝીણાં છરા, ટોટીઓ, લાકડાનું ખાલી બટ, બે નંગ મોટી અને 3 નંગ નાની સ્પ્રીંગ, કાર્ટીસ રાખવાનો પટ્ટો, લોખંડના બે ગજ, પાંચ નંગ ટ્રીગર નંગ અને એક ઘોડો (હેમર)તથા નિશાન તાકવા માટેનું લોખંડનું સાધન વગેરે મળી કુલ 38 હજાર 880 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. બાતમીના આધારે એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.બી. ઔસુરા અને તેમની ટીમે આ રેઈડ કરી હતી. જો કે, દૃરોડા દૃરમિયાન મકાનમાલિક રહેમતુલ્લા ઓસમાણ થેબા કે તેના કોઈ પરિવારજનો હાજર મળ્યાં નહોતા. પોલીસે આરોપી વિરુધ્ધ માનકૂવા પોલીસ મથકે ફરિયાદૃ નોંધાવી તપાસ એલસીબી પીઆઈએ પોતાની પાસે રાખી છે.