રાફેલ કાંડમાં મોદી રાજીનામું આપે: રાહુલOctober 11, 2018

નવી દિલ્હી તા.11
રાફેલ ડીલ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીને ભ્રષ્ટાચારી ગણાવીને ફ્રાંસ સાથેના સોદાની જેપીસી તપાસ કરાવવાની માગણી કરી છે. ભૂતકાળમાં વડાપ્રધાન મોદી માટે ચોર શબ્દનો ઉપયોગ કર્યા બાદ હવે રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મામલે પીએમ મોદી પર સીધો ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ દેશના ચોકીદાર બનવવાનો વાયદો કર્યો હતો.
પરતું જનતાને કરેલા વાયદા ભૂલીને વડાપ્રધાન બીજી દુનિયામાં છે અને તેઓ પોતે કરેલા વાયદા પર બિલકુલ બોલવા તૈયાર નથી. રાફેલ ડીલથી 45 હજાર કરોડ રૂપિયાના દેવાદાર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને વડાપ્રધાન મોદીએ ત્રીસ હજાર કરોડ રૂપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન મોદીની રાફેલ ડીલ મામલે ચુપકીદી
પર સવાલ ઉઠાવતા કહ્યુ છે કે જો વડાપ્રધાન મોદી પાસે સવાલોના જવાબ હોય નહીં.
તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ. વડાપ્રધાન મોદીએ રાફેલ ડીલ દ્વારા અનિલ અંબાણીને વળતર ચુકવ્યું હોવાનો આરોપ લગાવીને સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણની ફ્રાંસ મુલાકાત પર પણ સવાલ કર્યો છે.
રાફેલ ડીલ માત્ર યુદ્ધવિમાનનો સોદો નહીં આખા સંરક્ષણ ક્ષેત્રનો મામલો છે તેમણે કહ્યું હતું કે રાફેલ ડીલથી અનિલ અંબાણીને ફાયદો, નિર્મલા સીતારમણને શા માટે ફ્રાંસ જવું પડ્યું છે?, પીએમ મોદીએ રાજીનામું આપવું જોઈએ.