કેગનું ‘દે...ધના...ધન...’ ‘વ્યાજખોર’ મ્યુ. ફાઇનાન્સ બોર્ડ!September 22, 2018

 મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ આપવાના બદલે હંગામી ધોરણે જીએસએફએસમાં અનિયમિત રીતે રોકાણ કર્યુ: કેગના અહેવાલમાં ઘટસ્ફોટ
રાજકોટ તા.2ર
રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમ આમ તો ખોટ કરે છે પરંતુ સૌપ્રથમ વખત સરકારના બોર્ડે વ્યાજ કમાવવા માટે રાજ્યભરની સ્થાનિક સંસ્થાઓનો વિકાસ રૂંધી દેવાનો પ્રયત્ન કરવાની ટીકા કરવામાં આવી છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાના મળેલ બે દિવસીય સત્રમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડની કમાવવૃતિને કેગે ખુલ્લી પાડી છે.
કેગ દ્વારા રજુ કરવામાં આવેલ રીપોર્ટમાં જણાવાયું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને 41 યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ર01ર થી ર017 દરમિયાન 31467 ર6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ દ્વારા આ રકમ (ગ્રાંટ) નગરપાલીકા, મહાનગરપાલીકાને ફાળવવામાં આવે છે. બોર્ડ દ્વારા સ્થાનિક સંસ્થાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે 41 યોજનાઓના ભાગરૂપે 13,પપ1 1પ કરોડ ફાળવવામાં આવ્યા હતા. બાકીના 3,98ર.80 કરોડ અન્ય યોજના માટે આપવામાં આવેલ.
કેગના રીપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે સ્થાનિક સંસ્થાઓને ગ્રાંટની ફાળવણી કરવાને બદલે મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ તમામ ગ્રાંટ વ્યાજ કમાતી લિકિવડ ડીપોઝીટના રૂપમાં હંગામી ધોરણે ગુજરાત સ્ટેટ ફાયનાન્સિયલ સર્વિસીઝ લિ. (જીએસએફસી)માં અનિયમિત રીતે પાંચ વર્ષ માટે રોકયા હતા. વર્ષ ર01ર થી 17 દરમિયાન આ રોકાણ માટે બોર્ડને રૂા.301.પ7 કરોડનું વ્યાજ મેળવ્યું હતું.
કેગ દ્વારા તપાસ કરવામાં આવતા સાત યોજનાઓના વર્ષ ર01ર-17 દરમિયાન મળેલ 13907.74 કરોડની ગ્રાંટમાંથી છ યોજનાઓના રરર1 કરોડની રકમ 10 દિવસથી 138 દિવસ સુધી રોકી રાખી હતી
જે નગરપાલીકાને જકાત ગ્રાંટની હતી.
આ ઉપરાંત 9પ.9 કરોડની રકમ પ1 દિવસથી 494 દિવસ સુધી રોકી રાખી હતી. આ ગ્રાંટ નગરપાલીકાને વ્યવસાય વેરા, મહાપાલીકાની વ્યવસાય વેરાની હતી. ઉપરાંત 6ર.8ર કરોડની રકમ 10ર દિવસથી 994 દિવસ સુધી રોકી રાખી હતી. આ રકમ મનોરંજન કરતી હતી તેમજ ર30.99 કરોડની રકમ 1ર થી 640 દિવસ સુધી રોકી રાખી હતી તેમજ 667.40 કરોડની રકમ 17 દિવસથી 879 દિવસ સુધી રોકી રાખી હતી. આ રકમ 13 માં નાણાપંચની હતી.

 
 
 

Related News