ગાંજાનું ‘લેરી’ રાજકોટ: વધુ 3 કિલો પકડાયોSeptember 22, 2018

 વિદ્યાર્થીઓને ગાંજો સપ્લાય કરતા શખ્સની ધરપકડ: જંગલેશ્ર્વર બાદ રૈયાધાર પણ વેચાણનું કેન્દ્ર
રાજકોટ તા.22
રાજકોટ શહેર નાશનું હબ બની ગયું હોય તેમ છેલ્લા એક મહિનામાં એનડીપીએસના ચાર જેટલા કેશો કરવામાં આવ્યા છે ત્યારે જંગલેશ્વરમાંથી ગાંજો અને ચરસ મળ્યા બાદ ગત રાત્રે એસઓજીની ટીમે રૈયાધારમાં દરોડો પાડી એક શખ્શને 2 કિલો 704 ગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ ગંજેરીઓ તથા વિદ્યાર્થીઓને પણ સપ્લાય કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં વધતી જતી ગેરકાયદેસર પ્રવૃતિઓ નષ્ટનાબૂદ કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિમોહન શૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી એસઓજી પીઆઇ એસ એન ગડૂના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ પી સીસોદીયા અને તેમની ટીમે ખાનગીરાહે મળેલી હકીકત આધારે રૈયાધાર મફતિયાપરામાં રહેતા પ્રવીણ નાનજીભાઈ વાળા નામના આધેડને સ્લ્મ ક્વાટર નજીકના બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો હતો અને તેના કબ્જામાં રહેલ 2 કિલો 704 ગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ અને 3510 રૂપિયા રોકડા મળી કુલ 21,734 રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો પ્રાથમિક પૂછપરછમાં પોતે સાધુ બાવા જેવા ગંજેરીઓ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ પડીકી રૂપે સપ્લાય કરતો હોવાની કબૂલાત આપતા કબ્જો યુનિવર્સીટી પોલીસને સોંપતા પીએસઆઇ એન બી ડોડીયા સહિતના સ્ટાફે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જંગલેશ્વરમાંથી વૃઘ્ધા ગાંજાના જથ્થા સાથે પકડાયા બાદ 8 કિલો ચરસ સાથે ચાર શખ્સો અને 357 કિલો ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા હતા બાદમાં ભક્તિનગર પોલીસે પણ અફીણના દોડવા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી ત્યાં હવે નાશનું હબ બદલાયું હોય તેમ રૈયાધારમાંથી પણ ગાંજો મળી આવતા ગંજેરીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

 
 
 

Related News