PDU મેડિકલ કોલેજ દીન! સામટા 47 તબીબી અધ્યાકોની બદલી

  • PDU મેડિકલ કોલેજ દીન! સામટા 47 તબીબી અધ્યાકોની બદલી

 રાજયમાં 161 પૈકી 47ની બદલી રાજકોટથી અન્યત્ર થતા તબીબ જગતમાં આશ્ર્ચર્ય
રાજકોટ તા.ર1
રાજ્યના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજ્યની તમામ મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા 161 તબીબોની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. રાજકોટ મેડીકલ કોલેજમાં ફરજ બજાવતા 47 તબીબની એકસાથે બદલી કરવામાં આવતા તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે.
રાજકોટ મેડીકલ કોલેજના બાયોકેમેસ્ટ્રીના પ્રાધ્યાપક ડો.મનીષ ચક્રવર્તીની જામનગર ડો.ચંદ્રકાંત કામરીયાની જામનગર, ડો.દિપિકા સથવારાની ભાવનગર, ડો.ટવીંકલ ઉપાધ્યાયની જામનગર, ડો.આશ્ના શાહની જામનગર, ડો.રાધેશ્યામ ત્રિવેદીની જામનગર, ડો.જગદીશ દલસાણીયાની જૂનાગઢ, ડો.રોહિત ભાલારાની જૂનાગઢ, ડો.વૈશાલી પખુંડીયાની જૂનાગઢ, ડો.મીરા હાસલીયાની જામનગર, ડો.કાંક્ષા મહેતાની વડોદરા, ડો.ચિંતન દશરથાની ભાવનગર, ડો.અનુપમ બેનરજીની ભાવનગર, ડો.ભરત ગોહિલની વડોદરા, ડો.મેહુલ પટેલની ભાવનગર બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ફોરેન્સીક મેડીસીનના ટયુટર ડો.રીતેશ ભાંભોરની સુરત, ઓપ્થલ્મોલોજીના પ્રાધ્યાપક ડો.વિ.જે.વ્યાસની વડોદરા, રેડીયોલોજીના પ્રાધ્યાપક ડો.અંજના ત્રિવેદીની સુરત, ડો.મૌલિક જેઠવાની જૂનાગઢ, ડો.મહેક સુદની જામનગર, એનસ્થેશીયોલોજીના પ્રાધ્યાપક ડો.વંદના પરમારની જૂનાગઢ, ડો.આશુતોષ વ્યાસની જૂનાગઢ, ડો.ખ્યાતિ વાઘેલા જૂનાગઢ, ડો.એમ.કે.પરીખ જૂનાગઢ, ડેન્ટીસ્ટના ડો.ડેનીલ સોલંકીની વડોદરા, મેડીસીનના ડો.એસ.ગઢવીચારણ સુરત, ડો.પી.જે.દુધરેજીયા સુરત, ડો.મેઘલ અનડકટની સુરત, ડો.મહેશ રાઠોડની સુરત, ડો.મેઘાવી બપલની જામનગર, ડો.હિરેન મકવાણાની જામનગર, સર્જરીના પ્રાધ્યાપક ડો.જે.જી.ભટ્ટની હિંમતનગર, ડો.જયેશ દવેની ભાવનગર, ડો.સ્વસ્તીક શાંખલાની ભાવનગર, ડો.સુધીર રાખોલીયાની ભાવનગર, પેડીયાટીકના ડો.પલક હાપાણીની ભાવનગર, ડો.ઝલક કે.શાહની જામનગર, ઇ એન્ડ ટી ના ડો.પરેશ ખાવડુની જૂનાગઢ, સાયકીયાટ્રીના ડો.એમ.કે.પટેલની જામનગર, ટી.બી.ચેસ્ટના ડો.કે.જી.વિઠલાણીની વડોદરા, ઓર્થોપેડીકના ડો.નિકુંજ મારુની જામનગર, ડો.હિમાંશુ પરમારની જામનગર અને ફીઝીયોલોજીના ડો.જીગર બરાસરાની જૂનાગઢ બદલી કરવામાં આવી છે.