જામનગરમાં એડવોકેટના હત્યારાઓની જામીન અરજી ફગાવતી અદાલત

 જમીન પ્રકરણમાં બંને શખ્સોએ એડવોકેટનું ખૂન કર્યુ હતુ
રાજકોટ તા.20
જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની જમીન પ્રકરણમાં હત્યા કરનાર બે શખ્સોએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. કોર્ટ બંને પક્ષોની જામીન અરજી નામંજુર કરવા હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ જામનગરના જાણીતા એડવોકેટ કિરીટ જોશીની જમીન પ્રકરણમાં સાયમંડ લુઈસ અને અજય મહેતા નામના બંને શખ્સોએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યા હતાં. એડવોકેટના હત્યા પ્રકરણમાં જેલ હવાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી કોર્ટમાં ચાલી જતા સ્પે.પી.સી.અનિલ દેશાઈએ હત્યાના સીસી ફૂટેજ અને અને જુદી જુદી અગીયાર કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા. કોર્ટના એડી.સેશન્સ જજ હિંગુએ બંને પક્ષની દલીલો અને સ્પે.પી.પી.ના પુરાઓને ધ્યાને લઈ એડવોેકેટના બંને હત્યારાઓએ કરેલી જામીન અરજી નામંજુર કરવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં મૃતક એડવોકેટ કિરીટ જોશી વતી સ્પે. પી.પી. અનિલ દેસાઈ રોકાયા હતાં.