મેઘાલયના ‘આ’ ગામમાં તમામ વ્યવહાર એક ‘સૂર’માં!September 20, 2018

કોન્ગથોન્ગ: ભારતના નોર્થ-ઇસ્ટ રાજય મેઘાલયમાં એક ગામ છે, જ્યાંના જંગલોમાં તમને અલગ અલગ પ્રકારની સીટીઓ અને સંગીતની ગૂંજ સંભળાશે. આ અવાજને લોકો પક્ષીઓનો અવાજ સમજે છે, પરંતુ હકીકતમાં ગામના લોકો એકબીજાને બોલાવી રહ્યા હોય છે. તમને આ વાત થોડી ચોંકાવનારી લાગશે પણ આ અહીંની પરંપરા છે. આ અદ્દભૂત ગામનું નામ કોન્ગથોન્ગ છે. 3 બાળકોની માતા પેંડપ્લિન શબાંગ જણાવે છે કે, પોતાના બાળક માટે એક ખાસ સંગીત દિલથી નીકળે છે. આ અવાજ પોતાના બાળક માટેની મારી ખુશી અને પ્રેમને વ્યક્ત કરે છે. સમાજના એક નેતા રોથલ ખાંગસિતનું કહેવું છે કે, જો તેમનો દીકરો કંઇક ખોટુ કામ કરે છે અને તે બાળકથી નારાજ હોય છે, તો તે પોતાના વાસ્તવિક નામથી જ બોલાવે છે.આ પરંપરાની શરૂઆત ક્યારે અને કઇ રીતે થઇ તેના વિષે લોકોને વધારે જાણ નથી, પરંતુ સ્થાનિકોનું માનવું છે કે આ પરંપરા વર્ષો જુની છે અને લગભગ પાંચ સદીથી ચાલતી આવી છે. આજે પણ આ પરંપરા લોકોએ જાળવી રાખી છે. આ ગામમાં અમુક લોકોએ પોતાના નામ બોલિવુડના ગીતોથી પ્રેરાઇને રાખ્યા છે. પરંતુ અહીંના યુવાનો પોતાના મિત્રોને ફોન કરવાના સ્થાને તેમના સુંદર સંગીતથી બોલાવે છે.