ધરા અષ્ટમી નિમિત્તે ધરાનાં દર્શન

અમરેલીનાં ચિત્તલ રોડ ઉપર આવેલ સિઘ્ધી વિનાયક સોસાયટીમાં આવેલ ભગવાન ગણેશજીનાં મંદિરમાં ગણેશોત્સવ ચાલી રહયો છે જયાં દરરોજ અલગ અલગ પ્રકારે ભગવાન ગણેશજીને શ્રૃંગાર કરવામાં આવે છે ત્યારે ગઈકાલે ધરા અષ્ટમી નિમિત્તે ખાસ ધરાનો શૃંગાર કરવામાં આવેલ હતો. આજનાં આ દર્શન કરવા માટે આજુબાજુની સોસાયટીનાં લોકો દર્શન માટે ઉમટી પડયા હતા.(તસવીર: મિલાપ રૂપારેલ)