બહુમાળી ભવનમાં વીજળી ગુલ થતાં કામકાજ ઠપSeptember 18, 2018

બ્લડ પ્રેશરના બીમાર કર્મચારીઓ પરેશાન: પાચમા છઠ્ઠા માળે જવાનું અરજદારોએ ટાળ્યું
રાજકોટ તા. 18
રેસકોર્ષ નજીક આવેલ બહુમાળી ભવનમાં બપોરનાં સમયે વિજળી ગુલ થતા લોકો બફાયા હતા અને બ્લડ પ્રેશરના બિમાર કર્મચારઓ હેરાન પરેશાન થયા હતા તેમજ ઉમરલાયક અરજદારો પાંચમા-છઠ્ઠા માળે જવાનું ટાળ્યુ હતુ અંદાજે બે કલાકથી વધુ પાવર બંધ રહેતા કામકાજ ઠપ્પ થયુ હતું.
મળતી વિગત રેસકોર્ષ પાસે આવેલ બહુમાળી ભવનમાં 50 થી વધારે કચેરીઓ આવેલી છે જેમાં મહત્વની કચેરીઓ પાંચમા અને છઠ્ઠા માળે આવેલી છે આજે બહુમાળી ભવનમાં બપોરે 11 વાગ્યાના આરસામાં વિજળી જતી રહી હતી. વિજળી જતી રહેતા કામગીરી ઉપર અસરા થઈ હતી સતત બે કલાક સુધી લાઈટ નહિ આવતા કર્મચારીઓને કામગીરીમાં હેરાનગતિ થઈ હતી અને બે કલાક સુધી કામગીરી થઈ શકી નહતી.
વિજળી ચાલી જતી કચેરીમાં અસહ્ય ગરમી થતા કર્મચારીઓ બફાયા હતા તેમજ બહુમાળીની ઘણી કચેરીમાં બ્લડ પ્રેશરના દર્દીઓ ફરજ બજાવી રહ્યા છે તેઓને ભારે મુશ્કેલી થઈ હતી અને કચેરી મુકી બહાર લોબીમાં બેસવુ પડયુ હતું તેમજ બહારથી આવતા ઉમર
લાયક અરજદારોએ ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે જવાનું ટાળ્યુ હતું અને લાઈટ આવવાની રાહ
જોઈ રહ્યા હતાં.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ વિજળી જાય ત્યારે કોઈ વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવી નથી. બહુમાળી ભવનમાં મેઈન્ટન્સની કામગીરી સાવ ખાડે ગઈ હોવાનો રોષ વ્યકત કર્યો હતો. લાઈટ જવાથી બિમાર કર્મચારીઓ અને અરજદારોને વધારે હાલાકી પડતી હોવાનું જણાવ્યુ હતું.

 
 
 

Related News