ખેડૂતોના નામે કોંગ્રેસ તાયફા કરે છે: નીતિન પટેલSeptember 18, 2018

ગાંધીનગર તા,18
ગાંધીનગરમાં વિધાનસભાના બેદિવસીય સત્રની શરૂઆત થઇ ગઇ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દુ:ખદ અવસાન પર શોક પ્રસ્તાવ રજૂ કર્યો છે. વિધાનસભા ગૃહની કામગીરી શરૂ તો થઇ પણ ડીવાયસીએમ નીતિન પટેલ ગેરહાજર રહ્યા છે.
ગૃહમાં વિરોધ પક્ષના નેતા પરેશ
ધાનાણી મુખ્યમંત્રીએ રજૂ કરેલા શોક ઉલ્લેખ કરેલા પ્રસ્તાવમા પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજની કોંગ્રેસની આક્રોશ રેલીમાં નીતિન પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન પટેલે કહ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસ જુદા જુદા વિષયો પર વિરોધ કરે છે. ખેડૂતોનું નામ આગળ ધરી કોંગ્રેસનો વિરોધ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. અમારી કામગીરી સામે કોંગ્રેસ ભૂતકાળની સરખામણી કરે. અમે 22 વર્ષમાં એકપણ વખત ખેડૂતો પર અત્યાચાર કર્યો નથી. જ્યારે કોંગ્રેસે ખેડૂતોની રેલી પર અત્યાચાર કર્યા છે. યુવા કોંગ્રેસીઓ અત્યારે હોદ્દેદારો છે. કોંગ્રેસ શાસનનો ભૂતકાળ છાપામાં જોઈ લો. કોંગ્રેસે ખેડૂતોને અત્યાચાર સિવાય કશું આપ્યું નથી.
કોંગ્રેસે દાયકાઓ સુધી શાસન કર્યું પણ નર્મદા યોજના મામલે નિષ્ફળ છે. સૌરાષ્ટ્રના છેવાડાના ગામ સુધી અમે પાણી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. ડ્રીપ ઈરિગેશન પદ્ધતિમાં 70થી 80% સબસિડી અમે ખેડૂતોને આપી છે. ખેડૂતો વતી દર વર્ષે 5 હજાર કરોડ આપ્યા છે. કોંગ્રેસને સાચી રીતે ખેડૂતોના પ્રશ્ન ઉકેલવામાં રસ નથી. બસ આવા તાયફા કરીને રાજ્યની શાંતિ ડહોળી રહ્યું છે. ખેડૂતોની મદદ માટે મંત્રી અને સરકારને મળવું જોઈએ.
વિધાનસભા સત્રની શરૂઆત થતા જ કોગ્રેસના ધારાસભ્યોએ જય સરદાર લખેલી ટોપી પહેરીને ગૃહમાં પ્રવેશ કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ, લલીત વસોયા, આશાબેન પટેલ ગૃહમા જય સરદારની ટોપી પહેરી પ્રવેશ કર્યો હતો. જ્યારે પોલીસ અને કોંગ્રેસના વિરજી ઠુમ્મર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. મથાકૂટ થતા મહિલા પી.એસ.આઇને ધક્કો માર્યો હતો.