ખાનગી યુનિ.ઓમાંથી Ph.Dની મંજૂરીથી નવો વિવાદSeptember 18, 2018

 સરકારના પીએચ.ડી અને સ્ટડી લીવના નવા નિયમોથી પ્રોફેસરોમાં ભારે નારાજગી
રાજકોટ તા.18
સરકારે ઈજનેરી સહિતની ટેકનિકલ કોર્સની સરકારી કોલેજોમાં પ્રમોશન માટે પીએચડી ફરજીયાત કર્યા બાદ અધ્યાપકોને પીએચડી માટે અગાઉ સરકારે માત્ર જીટીયુ સહિતની સરકારી યુનિ. અને આઈઆઈટી-એનઆઈટીમાંથી જ અભ્યાસની મંજૂરી આપી હતી પરંતુ આ વર્ષે સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા જે યુનિ.ઓને રીજેક્ટ કરાઈ હતી તે સહિતની તમામ યુજીસી માન્ય પ્રાઈવેટ ટેકનિકલ યુનિ.ઓમાંથી પીએચડી અભ્યાસની મંજુરી આપી દીધી છે અને અગાઉ જો કોઈ અધ્યાપકે કર્યા હોઈ તો તેને પણ મંજૂરી કરી દેવાયા છે.
રાજ્યમા આવેલી કેટલીક પ્રાઈવેટ ટેકનિકલ યુનિવર્સિટીઓને થોડા સમય પહેલા ટેકનિકલ શિક્ષણ વિભાગે પીએચડી અભ્યાસ માટે નામંજૂર કરી હતી અને તેને એનઓસી આપ્યુ ન હતુ.જેથી ઈજનેરી કોલેજોના અધ્યાપકોએ પીએચડી કરવા માટે ફરજીયાત જીટીયુ સહિતની સરકારી કોલેજો કે આઈઆઈટી તથા એનઆઈટીમાં જ જવુ પડતુ હતુ.પરંતુ આ વર્ષની શરૃઆતમાં સરકારે ચારથી પાંચ જેટલી પ્રાઈવેટ ટેકનિકલ યુનિવર્સિટીઓમાંથી પીએચડી અભ્યાસને મંજૂરી આપી દીધી છે. સરકાર પીએચડી અભ્યાસ માટે રજાના સમયગાળા અને સ્ટડી લીવના નિયમોમાં છુટછાટ ન આપતી હોવાની ફરિયાદો છે અને સરકાર દ્વારા પીએચડી અભ્યાસ માટે કોઈ સ્પષ્ટ નિયમો પણ કરાયા નથી.પ્રાઈવેટ યુનિ.ઓમાંથી પીએચડી અભ્યાસને મંજૂરી આપી દેવાતા કેટલીક પ્રાઈવેટ યુનિ.ઓની પીએચડી ડિગ્રી સામે પણ શંકાઓ છે કારણકે પ્રોફેસરો દ્વારા કરવામા આવનાર પીએચડીની ગુણવત્તાનો પણ મોટો પ્રશ્ન છે પરંતુ સરકારે કરેલા નિયમોમાં ત્રણ વર્ષને બદલે બે વર્ષ જ સ્ટડી લીવ ચાલુ પગારે અપાતી હોઈ પ્રોફેસરો દ્વારા આડેધડ રીતે પીએચડી કરવામા આવી રહ્યુ છે .તેની સામે પણ ટેકનિકલ શિક્ષણ વિભાગે ધ્યાન ન આપતા હવે પ્રમોશન માટે પીએચડી માત્ર નામનું જ બની ગયુ હોઈ તેવી ફરિયાદો છે. હાલ તો યુજીસી માન્ય તમામ પ્રાઈવેટ યુનિ.માંથી પ્રોફેસરોને પીએચડી માટે છુટ આપી દેવાઈ છે. ખાનગી યુનિવર્સિટીઓ પાસે ગાઈડ ઉપલબ્ધ હોય?
રાજ્ય સરકારે તમામ ખાનગી યુનિ.માં પીએચ.ડીના અભ્યાસને મંજૂરી આપવામાં ઉતાવળ તો કરી દીધી નથી ને ? તેવી ચર્ચાએ હવે જોર પકડ્યું છે કેમ કે સરકારી યુનિ.ઓમાં પણ કવોલિફાઈડ ગાઈડ માંડ મળે છે ત્યારે ખાનગી યુનિ.ઓમાં ગાઈડ ઉપલબ્ધ હશે? તેવા સવાલો ઉઠવા લાગ્યા છે.
ઙવ.ઉની ગુણવત્તા સામે હવે સવાલ?
પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાંથી પીએચ.ડીને મંજુરી મળતા હવે પીએચ.ડીની ગુણવતા સામે સવાલ ઉઠવા લાગ્યા છે. ગાઈડ સહિતના ધારા ધોરણોનું પાલન થશે કે કેમ? આડેધડ રીતે પીએચ.ડી પુરી કરાવી દેવાની શકયતાઓ શિક્ષણ નિષ્ણાંતો વ્યકત કરી રહ્યા છે. ત્યારે પીએચ.ડી હવે નામ માત્રનું જ ન બની રહે તે જોવુ રહ્યું.  

 
 
 

Related News