પોલીસ કમિશનર બન્યા ‘IAS’!

ગાંધી જયંતિના દિને મનપા દ્વારા નવનિર્મિત ગાંધી અનુભુતિ કેન્દ્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યુ છે ત્યારે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીના ગેઈટ પાસે લગાવવામાં આવેલુ હોર્ડિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. સફાઈ કામદાર જાગૃતિ મંડળ દ્વારા લગાવેલ આ હોર્ડિંગમાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, મંત્રીઓ, અધિકારી - પદાધિકારીઓના ફોટા છપાયા છે પરંતુ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હોદ્દામાં ભૂલથી આઈપીએસના બદલે આઈએએસ લખતા હોર્ડિંગ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.