મોદીનું ઉજાલા-સ્વચ્છ ભારતના થીમથી કરાશે ‘વેલકમ’September 25, 2018

 પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત, ફાયનાન્સીયલ સ્કીમ સહિતની છ થીમ મુકાશે: મોદી રેસકોર્ષ રીંગરોડની ચકકર નહી લગાવે: પોલીસ હેડ કવાર્ટર થઈ ચૌધરી હાઇસ્કૂલ પહોંચશે
રાજકોટ, તા. 25
રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કુલમાં મહાપાલીકા દ્વારા રૂા.28 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ગાંધી અનુભુતી કેન્દ્રનું આગામી 30 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. વડાપ્રધાનના કાર્યક્રમ માટે કલેકટર અને મહાપાલીકા તંત્ર દ્વારા
બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટમાં કાર્યક્રમ જાહેર થતા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેનો રૂટ સહિતના કાર્યક્રમો ફાયનલ કરી દેવામાં આવ્યો છે.
સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સત્કારવા માટે શહેરમાં અલગ અલગ જગ્યાએ થીમ બનાવવામાં આવનાર છે વડાપ્રધાન થીમ જોઈ શકે તેવા પોઈન્ટ નકકી કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 4-45 કલાકે રાજકોટ આવી પહોંચ્યા બાદ તેનુ એરપોર્ટ ઉપર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત બાદ વડાપ્રધાનનો કાફલો રવાના થશે ત્યારે પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉજવલા, જામનગર સર્કલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના, હોસ્પીટલ ચોક ખાતે આયુષ્યમાન ભારત,
ચૌધરી હાઈસ્કુલ ખાતે ફાયનાન્સીયલ સ્ક્રીમ, જયુબેલી ચોકમાં સ્વચ્છ ભારતની થીમ બનાવવામાં આવનાર છે.
વડાપ્રધાનને વેલકમીંગ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, એન્જિનીયરીંગ એસોસીએશન, બિલ્ડર એસોસીએશન, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન સહિતના એસો દ્વારા શહેરમાં બેનર-પોસ્ટત્તર લગાડાશે.

 
 
 

Related News