ઇ-વે બિલ વગર નવ ટ્રક ઝડપાયા

 અમદાવાદ હાઇ-વે ઉપર ડોળિયા બાઉન્ડ્રી
પાસે મોડી રાત્રેની કાર્યવાહી: લાખો રૂિ5યાની
ટેક્સ ચોરીની શંકા
રાજકોટ તા.25
અમદાવાદ હાઇ-વે ઉપરથી ડોળિયા બાઉન્ડ્રી પાસેથી ઇ-વે બિલ વગર માલપરિવહન કરતા નવ ટ્રકો રાજકોટ એસ.જી.એસ.ટી. કચેરી દ્વારા ઝડપી પાડ્યા હતા. મોરબીથી ટાઇલ્સ, ઘડિયાળ અને સ્કેપનો જથ્થો અન્ય રાજ્યમાં લઇ જવાતો હતો ત્યારે મોડીરાત્રે એસ.જી.એસ.ટીની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જીએસટી કચેરીમાંથી મળતી વિગત મુજબ રાજકોટ એસ.જી.એસ.ટી.ના રાજકોટ વિભાગ-10ના અન્વેષણ વિભાગ દ્વારા ગઇકાલે રાત્રે અમદાવાદ હાઇ-વે ઉપર ચોટીલાથી આગળ આવેલ ડોળિયા બાઉન્ડ્રી પાસે ચેકિંગમાં હતા ત્યારે ત્યાંથી પસાર થતી શંકાસ્પદ ટ્રકોને રોકતા અને તેની તપાસ કરતા એક પણ ટ્રક પાસે ઇ-વે બિલ મળ્યા ન હતા. તમામ ટ્રકોને રાજકોટ બહુમાળી ભવન ખાતે લઇ આવવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. અન્વેષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર આ ટ્રકોમાં સિરામિકનો માલ, ઘડિયાળ અને સ્કેપનો જથ્થો ભર્યો હતો જેને અન્ય રાજ્ય જેવા કે મહારાષ્ટ્રના નાસીક અને આંધ્રપ્રદેશના વિજયવાડામાં લઇ જવાતો હતો અને તમામ માલ મોરબીમાંથી ભરવામાં આવ્યો હતો.
દરેક ટ્રકની તપાસ કરવામાં આવી છે અને લાખો રૂપિયાની
ટેક્સ ચોરીની શંકા અધિકારીઓએ વ્યક્ત કરી છે.
અગાઉ પણ સેન્ટ્રલ જીએસટી દ્વારા મોરબીમાંથી ઇ-વે બિલ વગરના માલનું પરિવહન થતું હતું તેવા ટ્રકો ઝડપી પાડ્યા હતા ત્યારે ફરી એક સાથે નવ ટ્રકો ઝડપાયા છે. જીએસટીનો અમલ ટેક્સ ચોરી રોકવા માટે થયો હતો પરંતુ ટેક્સ ચોરીનું પ્રમાણ વધતું હોય તેવી ચર્ચા થઇ રહી છે. ઝડપાયેલા તમામ ટ્રકના માલિકો અને સીરામીકના માલિકોને રાજકોટ જીએસટીની અન્વેષણની કચેરી ખાતે બોલાવવામાં આવ્યો છે અને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.