અમરેલી પાલિકાના પ્રમુખ-ચીફ ઓફિસર ઉપર હુમલોSeptember 07, 2018

અમરેલી, તા.7
અમરેલી પાલિકાની સામાન્ય સભામાં પ્રમુખ અને ચીફ ઓફિસર ઉપર રાજ્યના વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કૌટુબિંક ભાઇએ હુમલો કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આજે સવારે પાલિકા પ્રમુખ જેન્તીભાઇ રાણવા અને ચીફ ઓફિસર એચ.કે. હુણની અધ્યક્ષતામાં સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો આ બેઠકમાં અચાનક જ ગરમા-ગરમી થઇ હતી બેઠકમાં ખુરશીના ઘા કરાયા પ્રમુખ-ચીફ ઓફિસર ઉપર હુકલો થતા રાજકારણમાં ગરમાવી આવી ગયો હતો.
અમરેલી નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની આજે એક બેઠક અમરેલી નગરપાલિકા ખાતે મળી હતી જેમાં અમરેલી નગરપાલિકાનાં મુખ્ય અધિકારી ઉપર એક સદસ્ય દ્વારા હુમલો કરવાનો બનાવ બનતાં અમરેલી નગરપાલિકાનાં કર્મચારીઓ વિજલીક હડતાલ ઉપર ઉતરી ગયા હતાં અને પાલિકાનાં કર્મચારીઓ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કર્મચારીઓને સલામતી પુરી પાડવા માટે થઇ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું છે કે આજે અમરેલી નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા કચેરી ખાતે મળી હતી જેમાં આ સભાની કાર્યવાહી શરુ હતી તે દરમિયાન અમુક ચુંટાયેલા સદસ્યો દ્વારા અમરેલી નગરપાલિકાનાં મુખ્ય અધિકારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
અમરેલી પાલિકાના તમામ કર્મચારીઓ તથા શાખા અધિકારીઓમાં ભયની લાગણી પ્રર્વતી છે. અને બીજા કર્મચારી અધિકારીઓ ઉપર હુમલો થવાની સંભાવના છે. જેવી આજથી પાલિકાનાં આવશ્યક સેવામાં ફરજ બજાવતાં કર્મચારીઓ સુરક્ષા ન મળે ત્યાં સુધી હડતાલ ઉપર જઇ રહ્યાં છીએ.
આવેદન પત્રના અંતમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે તાત્કાલીક ધોરણે પાલિકાના કર્મચારીઓની સુરક્ષા મળી રહે તેવો પ્રબંધ કરવા આવેદન પત્રના અંતમાં જણાવ્યું હતું.