વેરાવળ માં બે જુડવા સગા ભાઈ નો ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી...ભાલકા મંદિર નજીક હાઉસિંગ બોર્ડ ના બે માળિયા ક્વાર્ટર માં બની ઘટના

સોમનાથ વેરાવળ નજીક ભાલકા મંદિર નજીક હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં બે જુડવા ભાઇઓએ ગળેફાંસો ખાઇ આપઘતા કર લીધો હતો. બનાવના પગલે એલસીબી પોલીસનો કાફલો દોડી ગયો હતો અને એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.  ભાલકા મંદિર નજીર હાઉસિંગ બોર્ડના બે માળિયા ક્વાર્ટરમાં રહેતા બચુભાઇના બે પુત્રો આસિફ બચુભાઇ શેખ (ઉ.25) અને સીદીક બચુભાઇ શેખ (ઉ.25)એ સજોડે ગળેફાંસો ખાઇ લેતા પરિવારજનોમાં એરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બન્ને ભાઇઓએ ક્યાં કારણોસર આપઘત કર્યો તે હજી સુધી જાણવા મળ્યું નથી.