કોઠારીયાની સરકારી જમીનમાં ભૂ-માફિયાનો કબજો: તંત્ર-અજાણ

રાજકોટ તા.15
રાજકોટના કોઠારિયા ગામમાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનમાં વંડા, ઓરડા ઉભા કરી જમીન પચાવી પાડવામાં આવી છે. કલેક્ટર તંત્રના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી સરકારી કાર્યક્રમની દુહાઇ આપતા તંત્રની આંખો બંધ થઇ જવાથી ભમાફિયાઓ મેદાનમાં આવી ગયા છે. 3000ચો. મી. જમીનમાં બાંધકામ થઇ ગયું જમીનમાં બાંધકામ થઇ ગયું હોવા છતા તંત્ર બેખબર હોવાનું ગાણુ ગાઇ રહ્યું છે. જમીનમાં દબાણ થઇ જતા ગાંધીગ્રામના ખુમાનસિંહ જાડેજાએ કલેક્ટર, તાલુકા, માલતદારને લેખિત ફરિયાદ કરી છે.
કોઠારીયા ગામનાં સર્વે નં.259ને લગતો ખરાબો કોઠારીયા ીોલવન્ટ ફાટક થી સોલવન્ટ મીલ પુરી થતા બાજુના રસ્તા પર વચ્છરાજ પાનનો ગલ્લો તથા દેવકૃપા મોટર્સની સામે અને આદિત્ય પ્લાસ્ટિકની બાજુમાં આવેલ સરકારી ખરાબો આશરે 3000 વાર જગ્યા પર ગેરકાયદેસર રીતે સીમેન્ટની દિવાલો ઉભી કરી અને અંદરના ભાગમાં રૂમો બનાવી અને પરપ્રાંતીય મજૂરોને રહેવા આપી છે.
સરકારી ખરાબા પર રાજકોટના ભુમાફીયા વાસુર ડેર દ્વારા કબ્જો કરવામાં આવેલ છે. વાસુર ડેર અન્ય સરકારી ખરાબાઓ ઉપર બાંધકામ કરેલ છે. તે તટસ્થ તપાસ થાય તો આવા કૌંભાડોનો પર્દાફાશ થાય તેમ છે.
વધુમાં જણાવવાનું કે અગાઉ પણ તાલુકા મામલતદાર અને કલેક્ટરને તા.16/08/19ના રોજ અરજી દ્વારા પણ જણાવેલ હતું જેમાં માલધારી ફાટક પાસે વાસુર ડેર દ્વારા સરકારી ખરાબામાં બાંધકામ ચાલુ હતું. આધાર પૂરાવા સાથે તંત્રને જાણ કરેલ પરંતુ હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી વાસુર ડેર આ રીતે સરકારી જમીનોમાં બાંધકામો કરી અને બીજા નિર્દોષ કારખાનેદારને વેચી અને પોતાની રકમ ઉભી કરી છે.
વાસુર ડેર ભુતકાળમાં ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે. સરકારી જગ્યાઓને ખુલ્લી કરી અને આ બાંધકામો તોડી પાડી આવા ભુમાફીયાને સબક શીખવાડી અને કાયદેસરની કાર્યવાહી કરવા ગાંધીગ્રામના ખુમાનસિંહ જાડેજાએ તાલુકા મામલતદારને લેખિત અરજી કરેલ છે.