ગુજરાત ચેમ્બરની યંગવીંગનું રાજકોટમાં ‘કોપી પેસ્ટ’ !

રાજકોટ તા,15
ગુજરાત ચેમ્બરના અબ્રેલામાં અમદાવાદમાં ચેમ્બરની યુથ વીંગ યંગ બિજનેશમેન અને ઉદ્યોગ સાહસિકોને જે પ્લેટફોર્મ પુરુ પાડે છે. તેજ કોન્સેપ્ટ રાજકોટમાં ઈમપ્લીમેન્ટ થાય તો ? આવો તરોતાજા વિચાર સાથે રાજકોટમાં યુવા ઉદ્યોગપતિઓને નવુ ફલક આપવાની તૈયારીઓ શરૂ થઈ છે. ટૂંક સમયમાં જ કદાચ રાજકોટને યંગ લીડરશીપ મળે તો નવાઈ નહીં !
‘ગુજરાત મિરર’ કાર્યાલયે પધારેલા રાજકોટના ચાર બિજનેશ માઈન્ડ શિશિર ફિચડિયા, સન્ની પારેખ, રવિ રાણપરા અને પ્રતિક રાણપરાએ આ વિચાર રજુ કર્યો હતો. યંગ બિજનેશમેનોએ કહ્યું કે, જો આ વિચાર મૂર્તિ મંત બને તો રાજકોટને ખાસ્સો ફાયદો થશે. નવા અને યંગ ઉદ્યોગ સાહસિકોને નવુ પ્લેટફોર્મ મળશે. રાજકોટને નવા બિજનેસ હાઉસ અને ઉદ્યોગો મળશે. સરકારને રેવન્યુ વધશે અને મહત્વની વાત યુવા ટેલેન્ટને રોજગારીનો લોકલ લેવલે જ અવકાશ પ્રાપ્ત થશે. તેઓએ વધુમાં કહ્યું કે અમદાવાદમાં જીસીસીઆઈની યંગ વીંગે ખુબજ સારુ કામ કર્યું છે તેજ પ્રવૃતિને અહી કોપી પેસ્ટ કરવી જરૂરી છે. રાજકોટમાં સેક્ધડ જનરેશન લીડરશીપ તૈયાર કરવામાં આ વીંગ અભૂતપૂર્વ કામગીરી કરી શકશે.
તેઓએ કહ્યું કે આ હજુ વિચાર પ્રક્રિયામાં જ છે પરંતુ શરૂઆત થઈ ચુકી છે એમ માની શકાય ! જે રીતે અમદાવાદમાં પ્રારંભ થયો હતો તેજ રીતે રાજકોટમાં નાના પાયે શરૂઆત થયા બાદ તેનું ફલક વિસ્તારવું કઠિન નથી.
યંગ વીંગ શરૂ થતા નવા આઈડિયાઝ, નવા કોન્સેબલ અને બિજનેશની નવી ક્ષિતિજો ખુલશે. રાજકોટમાં ભરપુર પોટેન્શીયલ અને તક હોવાથી હવે યંગવીંગ શરૂ કરવામાં જેટલી વાર લાગે તે રાજકોટના જ નુકશાનમાં છે. તેમ તેઓએ અંતે જણાવ્યું હતું.