વોર્ડ નં.18માં એકસાથે ત્રણ વર્ષના પાણીવેરાના બિલ પધરાવી દીધા

રાજકોટ તા.15
વોર્ડ નં.18 માં નવા ભળેલા કોઠારીયા વિસ્તારમાં પાણી વેરો ખોટી રીતે આપવામાં આવે છે. જે વિસ્તારમાં એકકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે. આ પાણી એટલું ગંદુ આવે છે કે તે પાણી પીવાલાયક નથી તેમજ આ પાણીના લીધે આ વિસ્તારમાં ખુબ જ રોગચાળો ફાટી નીકળેલ હોય તેમજ રા.મ્યુ.કો. દ્વારા જ પાણી વેરા બીલ 3 વર્ષનું એકસાથે આપવામાં આવતું હોય છતા આ વેરા બીલમાં વ્યાજ પણ ખોટી રીતે લગાડવામાં આવેલ છે. તો આપ સાહેબ દ્વારા પાણીના વેરા બીલ રૂા.840 લેખે એક વર્ષના આપવામાં આવેલ છે જે તદ્દન ગેરવ્યાજબી છે તેમજ આ વેરા બીલનું નીરાકરણ ન આવે ત્યાં સુધી વ્યાજ ન લગાડવા આપ સાહેબને નમ્ર વિનંતી આ તમામ પ્રશ્રનો યોગ્ય નિકાલ કરવા આપ કોર્પોરેટર વોર્ડ નં.18 ના ધર્મિષ્ઠાબા જાડેજા, જયંતીભાઇ જી.બુટાણી, નિર્મળભાઇ આર.મારૂ, મેનાબેન વી.જાદવ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઇ રાજપુત રજૂઆત કરવામાં આવતા ડે.કમિશ્નરે હપ્તા સીસ્ટમ કરી દેવાની ખાત્રી આપતા મામલો થાળે પાડયો હતો.