ગણેશ ઉત્સવમાં દાદાને દુર્વા ચડાવી સુખ શાંતિ સિધ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરો

રાજકોટ તા.15
પુરાણોમાં કથા અનુસાર એક અનલાસુર નામનો રાક્ષસ હતો. તેણે પૃથ્વી પર હાહાકાર મચાવી દીધેલો. પૃથ્વીવાસીઓ તથા ઋષીમુનીઓને હેરાન કરતો અને બધાને જીવતા ગળી જતો. આમ દેવરાજ ઇન્દ્ર અને બધા જ દેવીદેવતાઓ ભેગા મળીને મહાદેવજી પાસે જાય છે. પ્રાર્થના કરે છે કે હે મહાદેવ આ અનલાસુરના ત્રાસમાંથી અમને બચાવો. આમ પ્રાર્થના સાંભળીને મહાદેવજી કહે છે કે આ દૈત્યના ત્રાસમાંથી તમને ગણપતિદાદા બચાવી શકે ત્યારબાદ બધા જ ઋષીમુનીઓ ગણપતિદાદાને પ્રાર્થના કરે છે. ગણપતિદાદા અનલાસુર સાથે યુધ્ધ કરે છે અને યુધ્ધમાં અનલાસુરને ગણપતિદાદા ગળી જાય છે. આને કારણે ગણપતિદાદાને પેટમાં દાહ થાય છે. અગ્નિ થાય છે. ઘણા જ ઉપાયો કરે છે પરંતુ અગ્નિ શાંત થતો નથી. આથી ર1 ગાઠવાળી દુર્વા ગણપતિદાદા ગ્રહણ કરે છે અને દાદાનો પેટનો અગ્નિ શાંત થાય છે. આથી ગણપતિદાદા આશીર્વાદ આપે છે કે આજથી જે મનુષ્ય મને દુર્વા ચડાવશે તેના જીવનમાં દુશાંતી આપીશ ટાઢક આપીશ.
આમ ગણપતિદાદાને દુર્વા ચડાવાથી જીવનના બધા જ સંકટો દુર થાય છે. સાથે સ્થિર લક્ષ્મી સહિત રિધ્ધિ-સિધ્ધિની પ્રાપ્તિ થાય છે.
જે લોકોને જન્મકુંડળીમાં મંગળ નબળો હોય અથવા રહેવા માટે પોતાનું મકાન ન હોય તો દુર્વા ચડાવાથી મકાન પ્રાપ્તિના યોગ બને છે.
ખાસ કરીને ગણપતિદાદાના 11 દિવસના વ્રત દરમ્યાન અને દર મહિને આવતી સુદ અને વદની ચોથ માસના દિવસે અને દર મંગળવારે ગણપતિદાદાને ર1 દુર્વા અર્પણ કરવી જોઇએ.
સૌપ્રથમ સંકલ્પ કરી ગણપતિદાદાને દુર્વા ચડાવી પહેલા દાદાને પંચામૃતથી સ્નાન કરાવું. ત્યારબાદ ચોખ્ખુ પાણી ચડાવી ચાંદલો ચોખા કરી વસ્ત્ર, જનોઇ અર્પણ કરી અને દાદાને દુર્વા ચડાવી દુર્વા ચડાવા માટે ર1 નામ બોલી એક એક દુર્વા ચડાવતી જવી.
1. સુમુખાય નમ: ર. ગણાધિપાય નમ:
3. ઉમાપુત્રાય નમ: 4. ગજાનનાય નમ:
પ. લંબોદરાય નમ: 6. હરસુનવે નમ:
7. ગજકર્ણાય નમ: 8. વક્રતુંડાય નમ:
9. ગ્રહગ્રજાય નમ: 10. એકદંતાય નમ:
11. વિકટાય નમ: 1ર. કપિલાય નમ:
13. ગજદંતાય નમ:
14. વિઘ્નરાજય નમ:
1પ. ગણવે નમ: 16. સુરાગ્રજાય નમ:
17. ભાલચંદ્રાય નમ:18. હેરંબાય નમ:
19. ચતુર્ભુજાય નમ:
ર0. વિનાયકાય નમ:
ર1. સર્વેશ્ર્વરાય નમ:
આમ ર1 નામ બોલી એક એક દુર્વા ચડાવી ત્યારબાદ આરતી કરી દાદાને પ્રાર્થના કરવી સૌભાગ્યની વૃધ્ધિ થાય અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય.
- શાસ્ત્રી રાજદીપ જોષી
વૈદાંતરત્ન