‘ડાન્સ દિવાને’માં ઝળકીને રવિવારે રાજકોટના ઉભરતા કલાકારો માટે ફ્રી વર્કશોપનું આયોજન

બાળકમાં છુપાયેલ શક્તિને જો બાળપણથી જ કેળવવામાં આવે તો તે સફળતાથી નિખરી ઉઠે છે. આવી જ છૂપાયેલ કલાને માતા પિતાએ ઓળખીને નાનપણથી જ પ્રોત્સાહિત કરીને સફળતાની મંઝીલ સુધી પહોંચાડી. 14 વર્ષની રાજકોટની માનસી ધ્રુવે નેશનલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ કલર્સમાં ડાન્સ દિવાનેમાં શાનદાર દેખાવ કરી રાજકોટના ડાન્સપ્રેમીઓ માટે વિનામુલ્યે એક વર્કશોપનું આયોજન કર્યુ છે.
આ 16 સપ્ટેમ્બર રવિવારના રોજ રાજકોટના રૈયા રોડ પર સદ્દગુરૂ તીર્થધામની પાછળ જે એન્ડ ડી ડાન્સ એન્ડ મ્યુઝિક કંપની ખાતે યોજાનારા વર્કશોપ અંગે વધુ વિગત આપતા માનસી ધ્રુવે જણાવ્યું હતું કે કલર્સમાં ચાલી રહેલા ડાન્સ દીવાને કાર્યક્રમ દરમિયાન મને ઘનું નવું શીખવા મળ્યું છે. અને નામી જજીસની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને મારા સાથી કલાકારો સાથે શો કરીને વધુને વધુ શીખવાની તક મળી છે. અને આ મુકામ સુધી પહોંચી છું ત્યારે રાજકોટના ઉભરાતા ડાન્સ કલાકારો માટે મારે કંઇક કરવું જોઇએ એવી ભાવના સાથે રાજકોટમાં એક દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કર્યુ છે. જેમાં કોઇપણ ડાન્સમાં રુચિ ધરાવતા બાળકો વિનામુલ્યે ભાગ લઇ શકે છે. આ વર્કશોપનો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે રાજકોટના ઉભરતા કલાકારો સાથે ડાન્સ સેશન લઇને તેમને મારા અનુભવો શેર કરી શકું.
તેમના પપ્પા મેહુલકુમાર ધ્રુવ અને મમ્મી પલ્લવી ધ્રુવ જણાવે છે કે માનસીને નાનપણથી ડાન્સનો ગજબનો શોખ હતો અને અમે એને કથકમાં બેસાડી હતી પણ આજે કલર્સમાં રિયાલિટી શોમાં જ્યારે દિગ્ગજ જજીસ અને કલાકારોની વચ્ચે આટલું સારૂ પર્ફોર્મન્સ કરીને લાસ્ટ ફોર ફાઇનાલિસ્ટમાં પહોંચીને જે ગૌરવ અપાવ્યું છે તે અમારા માટે પણ એક ગૌરવની ઘડી સમાન છે. તેઓ કહે છે કે માનસીએ અત્યાર સુધીમાં 30 થી વધારે સ્ટેટ લેવલની ડાન્સ સ્પર્ધામાં નંબર 1 રહી છે. અને રાષ્ટ્રિય લેવલ પર પણ 3 વખત વિજેતા બન્યા છે. આ ઉપરાંત સોની ટીવી પર સુપર ડાન્સર, ડીઆઇડી લીટલ માસ્ટર ઝી ટીવી પર અને સુપર ડાન્સર ચેપટર ર માં પણ પસંદ થઇ ચુક્યા છે.
રવિવારે રાજકોટ ખાતે યોજાનારા આ વિનામુલ્યે વર્ક શોપને વધુ સફળ બનાવ માટે અક્ષર આર્ટસ સેન્ટરના કમલેશભાઇ પરમાર ઉપરાંત ફોર્મ ઇન્ડિયા બેવરેજીસ ફેવરિટોના અશોકભાઇ ખાનપરા, હોટેલ મિન્ટ રેટ્રો ટેઇકઅવે અને જે એન્ડ મ્યુઝિક કંપનીએ પણ વર્ક શોપને સફળ બનાવા માટે ખુબ સપોર્ટ કર્યો છે.
અક્ષર આર્ટસ સેન્ટરના કમલેશભાઇ પરમાર જણાવે છે કે જે કોઇ યુવા ડાન્સ કલાકારો આ ફ્રી વર્કશોપમાં ભાગ લેવા માંગે છે તેઓ પોતાનું નામ 83066 02783 અને 98252 88711 પર નોંધાવી શકે છે. અને વર્કશોપમાં ભાગ લઇ શકે છે.