સવંત્સરીએ 11 અબોલ જીવોને રાજકોટ મહાજન પાંજરાપોળમાં મુકાયા

  • સવંત્સરીએ 11 અબોલ જીવોને રાજકોટ મહાજન પાંજરાપોળમાં મુકાયા


જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ દ્વારા પ્રશંસનીય કાર્ય
રાજકોટ તા.15
રાજકોટ મહાજનની પાંજરાપોળ એ સૌરાષ્ટ્રની નંબર એક 1ર1 વર્ષ જુની છે. જેની અંદર અંદાજીત પ000 જેટલા નિરાધાર-અપંગ-બીમાર-પશુઓ તેમજ પક્ષીઓ માટેનું આશ્રય સ્થાન છે. કોર્પોરેશન તથા પોલીસ ખાતુ તેમજ સરકારી ખાતા દ્વારા પશુઓને અહીં મુકવામાં આવે છે. ફુલટાઇમ પશુ ડોકટરો, ઘેટા-બકરા-ગાય-ભેસના બચ્ચાઓને દુધની બોટલથી દુધ પીવડાવી ઉછેર સંભાળ રખાય છે.
જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટ દ્વારા અહીંસા પરમો ધર્મનાં સૂત્રને સાકાર કરવા રાજકોટ મહાજનની પાંજરાપોળમાં સંવત્સરીનાં રોજ 11 અબોલ જીવોને મુકી સાથોસાથ નિભાવ ખર્ચ પણ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં દાતા યોગેશભાઇ મહેતા, રમેશભાઇ શેઠ, બીમલભાઇ મહેતા, મનનભાઇ ડગલી, જે.એસ.જી.વેસ્ટ-જન્માષ્ટમી ટુર ગ્રુપ વગેરેનો સહકાર મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ હર્ષદભાઇ મહેતાનાં માર્ગદર્શન હેઠળ ખજાનચી હરેશભાઇ દોશી, જીગર યોગેશ મહેતા જેમણે અઠ્ઠાઇ કરેલ છે તે તથા ભવ્ય યોગેશભાઇ મહેતા, રૂષભ રમેશભાઇ શેઠ, જૈમીનભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.