સોમફારે કવોલીટી ઓફ લાઈફ વિષયે ડો.ઘનશ્યામ આચાર્યનો વાર્તાલાપ


કેએસપીસી દ્વારા
વાર્તાલાપનો
કાર્યક્રમ યોજાશે
રાજકોટ તા,15
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી ‘કવોલીટી ઓફ લાઈફ’ વિષયે આત્મીય ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, રાજકોટના પ્રિન્સીપાલ ડો.ઘનશ્યામ આચાર્યના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન કાઉન્સીલના અધ્યક્ષ હસુભાઈ દવેના અધ્યક્ષસ્થાને સોમવારને તા.17 સાંજે 5.30 કલાકે કેએસપીસીના બાન હોલ, 6 રજપૂતપરા, ચેતના ડાઈનીંગ હોલની સામે, કરવામાં આવેલું છે.
કવોલીટી ઓફ લાઇફ શબ્દ વ્યાપક સ્વરૂપે આપણા રોજબરોજ જીવનમાં ઉદભવતો મુદો છે. આ શબ્દનો ઉપયોગ આપણા સામાજિક જીવનમાં અને વ્યવસાયીક જીવનમાં અલગ અલગ રીતે સમજાવવામાં આવે છે, અલગ અલગ વય જુથ, સ્ત્રી, પુરૂષ અને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ માટે અલગ અલગ રીતે મુલવવામાં આવે છે. આ કવોલીટી ઓફ લાઈફ કઈ રીતે આપી શકાય? કવોલીટી ઓફ લાઈફ દરેક વ્યક્તિની ઈચ્છીત અનિવાર્યતા છે. આ બાબતને વિશાળ અર્થાં સમજાવાની કોશીશ કરીએ તો વ્યકિતના આચારણ, વ્યવહાર, પરિવારનો સહયોગ અને સહકાર્ય, સમાજની પ્રોત્સાહન અને પ્રેરણાદાયી પ્રવૃતિઓ, રાષ્ટ્રનું સંરક્ષણ અને સંવર્ધન અને આતંરરાષ્ટ્રીય અનુકુળ પરિસ્થિતિને એકસુત્રતામાં બાંધી શકાય. આ દરેક આયામો વિશ્ર્વના દરેક માનવીના જીવનની ગુણવતામાં સુધારો લાવી શકે છે. આ દરેક બાબતો અંગે આ કાર્યક્રમમાં વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવશે.