કલા સૃજન સંસ્થા અને સરગમ કલા મંદિર દ્વારા આયોજન


રાજકોટ તા,15
રેશ્માબેન સોલંકી કલા સૃજન સંસ્થાના પ્રમુખ તથા સરગમ કલા મંદીરનાં ઉપપ્રમુખ દ્વારા 3-3 દીવસનાં બે અલગ અલગ વર્કશોપનું આયોજન આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું. વર્કશોપનાં સમાપન સમારંભમાં વ્રજ ગ્રુપનાં કો-ઓર્ડીનેટર અને રાજકોટ જીલ્લા ભાજપના પ્રેસ મીડીયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ તથા અનીલભાઈ વણઝરા તેમજ ભાવનાબેન ધનેશા નાં તમામને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
વર્ષોે પહેલા વાર્લી આર્ટ દ્વારા દરોજનાં જીવનનાં પ્રસંગો સામાજીક પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવતું કે જેઓ તે સમયે લખાણથી માહિતથાર નહોતા. સ્ત્રીએા દ્વારા ઘરની અંદર દિવાલો પર ખાસ પ્રસંગો જેવા કે લગ્ન ઉત્સવો કે પાકની લહાણીનાં પ્રસંગે વાલી આર્ટ દ્વારા તેનું નિરૂપણ કરવામાં આવતું.
વાર્લી લોકો એક સમયે વિચરતી જાતિનાં લોકો હતા. જેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાક, પાણી માટે ભટકતા રહેતા. મુળ તેઓ ખેડૂત અને શિકારી હતા. અંગ્રેજોનાં સમયમાં તેઓ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અમુક વિસ્તારોમાં સ્થાયી હતા. જેથી તેઓની ભાષા ગુજરાતી, મરાઠી, ભીલી અને ખંડેશી મિશ્રીત હતી. વાર્લી પેઈન્ટીંગની શોધ સતરમી સદીની શરૂઆતમાં થઈ. કોઈ ચોક્કસ સમય અંગે તેની માહિતી નથી.
ચોરસ-ચોરસ જમીનનો ભાગ કે પવિત્ર બંધ વિસ્તાર દર્શાવે છે. જે દરેક પેઈન્ટીંગનો મુખ્ય થીમ છે. તેને ચોક કે ચોકાત કહે છે. તેમાં મુખ્યત્વે બે ચોક છે. દેવચોક અને લગ્નચેાક દેવ ચોક-તે દેવીમાં કે જે પાઘાટ તરીકે ઓળખાય છે તે દર્શાવે છે. તેની આજુબાજુમાં ખેતી, નૃત્ય, લગ્ન ઉત્સવો દર્શાવવામાં આવે છે. લગ્ન ચોક-લગ્ન ચોકનું પેઈન્ટીંગ પવિત્ર મનાય છે કે જેમાં ભગવાનની શક્તિ છે. ફક્ત પરિણીત સ્ત્રીઓને આ પેઈન્ટીંગ કરવા દેવામાં આવતું કે કરતી અને તેના વગર લગ્ન ન થતા. તેમા વર, વધુ દ્વારા ઘોડા તેમજ સીડીનો ઉપગોગ કે બાળકો અને પશુઓનું ચિત્રણ કરવામાં આવતું. આજુબાજુ ભૂમિતિક આકૃતિ કે ઘરેણા દર્શાવતી તે બનાવવામાં આવતી. વર્તુળ સૂર્ય અને ચંદ્ર દર્શાવે છે.
આ વર્કશોપમાં 11 વર્ષથી 70 વર્ષ સુધીના લોકોએ કલામાં રૂચી દાખવીને ખૂબ જ સરસ વાર્લી પેઈન્ટીંગ બનાવ્યા હતા. મોબાઈલ/ટીવી/ફિલ્મ યુગમાં પેઈન્ટીંગ કલામાં રૂચી વધી છે તે ખૂબ જ આનંદની વાત છે. તમામ લોકો પ્રથમવાર વાર્લી પેઈન્ટીંગ કરીને તેઓમાં ખૂબ જ ઉત્સાહની લાગણી છવાઈ હતી. તેમ રેશ્માબેન સોલંકી જણાવ્યું હતું.