10 દી’ થોભો: SPGને ઉમિયાધામ સંસ્થાનની અપીલ

રાજકોટ, તા.15
પાટીદારોની વિવિધ માંગણીઓ સબબ સરકારને 72 કલાકના અલ્ટીમેટમ આપનારા સરદાર પટેલ ગૃપ (એસપીજી)ને 10 દિવસ શાંતિ જાળવવા સિદસર સ્થિત ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાસજળિયા (જેરામ બાપા) એ આજે અપીલ કરી હતી. રાજકોટ ખાતે પત્રકાર પરિષદ બોલાવી જેરામ બાપાએ કહ્યું હતું કે પાટીદાર સમાજને સ્પર્શતા તમામ પ્રશ્નો માટે સમાજની ધાર્મિક સામાજીક 6 સંસ્થાઓ સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે અને સુખાંત આવે તેવા પ્રયાસો કરવા તૈયાર છે અને સુખાંત આવે તેવા પ્રયાસો કરશે. તેમણે ઉમેર્યુ હતું કે અમુક મુદ્ા બંધારણિય હોઇ તત્કાલ નિકાલ સંભવ નથી, તેથી અલ્ટીમેટમની ટૂંકી અવધિમાં તેનો નિવેડો શક્ય નથી. આ સંજોગોમાં જો આંદોલન ન કરવામાં આવે તો રાજ્યન શાંતિ અને કાયદો-વ્યવસ્થા ખોરવાઇ શકે તેમજ તેનો અપયશ પાટીદાર સમાજને મળે, જે યોગ્ય નથી. માટે તેમણે 10 દિવસ ધીરજ ધરવા એસપીજીને અપીલ કરી હતી. આગામી સમયમાં 6 સંસ્થાવતિ રાજ્ય સરકારને માંગણીઓ સંદર્ભે રજૂઆત કરાશે.
હાર્દિક પટેલના ધરણાં બાદ એસપીજી દ્વારા અલ્ટીમેટમ અપાતા પાટીદાર સમાજ અને સરકારના પેટમાં ફરી પાણી રેડાયું છે. સિદ્સર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે ગુજરાતની છ સંસ્થાવતી લાલજી પટેલને સંબોધીને જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ન ડહોળાય. વાતાવરણ ન બગડે તે માટે 10 દિવસ રાહ જોવા જણાવ્યું હતું. હાલ સી.કે. પટેલ અને નરેશ પટેલ વિદેશ હોવાથી ચર્ચા થઇ શકી નથી. સરકારને રજૂઆત કરવા જણાવ્યું છે. કોઇ પણ જાતના કાર્યક્રમ ન કરવા અપીલ કરી છે. રાજકોટ તા.15
પાટીદારોને અનામત સહિતના મુદ્દે એસજીપીના નેતા લાલજી પટેલે સરકારને આપેલા અલ્ટીમેટમ મામલે ઉમિયાધામના અગ્રણી જેરામભાઇ પટેલે આજે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અનામત સહિતના મુદ્દાઓ ટેકનીકલ છે ત્યારે આ મુદ્દે અમે સુપ્રીમ કોર્ટ સુધી લડશું ત્યારે આ મુદ્દે ગુજરાતની શાંતિ ડહોળાય તેવા કાર્યક્રમો ન કરવા જોઇએ, અમે સરકારમાં આ બધા મુદ્દે રજૂઆત કરવાના છીએ.
જેરામભાઇ પટેલના આ નિવેદન સામે એસજીપીના નેતા લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતની શાંતિ ડહોળાય એવા કોઇ કાર્યક્રમો અમે નથી કરવાના. લાલજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે અમારો મુખ્ય મુદ્દો અનામતનો છે. સરકારનું કહેવું છે કે આ પેચીદો મુદ્દો છે પણ અમારા ઘણા લોકોનું કહેવું છે કે અન્ય રીતે પણ અનામત મળી શકે તેમ છે પણ સરકાર અમારુ સાંભળવા જ નથી માગતા. લાલજી પટેલે એવી ચીમકી આપી હતી કે 10 દિવસમાં મુદ્દા નહીં ઉકેલાય તો સરકારે ર019 ની ચૂંટણીમાં પરીણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. અમે નથી ઇચ્છતા ગુજરાતની શાંતિ ડહોળાય. વડીલોએ કોઇપણ ઘોષણા કરી છે તેની નોંધ લેવાઇ છે. વિચારો દરેકના અલગ હોઇ શકે પણ દરેકની મંઝીલ એક અનામત છે તેમ લાલજી પટેલે જણાવ્યું હતું.