નર્મદા નીરના નામે ભાજપના શાસકો ખોટા જશ ખાટવાનું બંધ કરે: વશરામ સાગઠિયા

 ભાજપના શાસકો રાજકોટની જનતાને ગુમરાહ કરવાનું બંધ
કરે અને પાણી પૂરું પાડે: કોંગ્રેસ
ક્ષ પ્રજાના પૈસે પાણી આપો છો તમારા ખિસ્સામાંથી નથી આપતા: કોંગ્રેસ
રાજકોટ તા.15
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે રાજકોટની જનતાને છેલ્લા ઘણા દિવસોથી આ ભાજપના સાશકો ગેરમાર્ગે દોરી રહ્યા છે ત્યારે રાજકોટની જનતાને જણાવવાનું કે ભાજપના સાશકો આ રાજકોટની જનતાને પાણી પુરુપાળી રહ્યા છે તેવો ઢોંગ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી ખુદ રાજકોટના હોય અને રાજકોટની પીવાના પાણીની સમસ્યા હલ કરી શકે તેમ નથી અને સૌની યોજના અને નર્મદા અવતરણ કાર્યક્રમો કરીને અને નર્મદા નીરના વધામણા કરી હરકપદુડા ભાજપના શાશકો પ્રજાના પૈસે તાયફાઓ કરીને જશ ખાટવાની કોશિશ કરે છે અને રાજકોટની જનતાને ગુમરાહ કરે છે અને પીવાના પાણી પુરા પાડવાની કામગીરી સાવ ઢીલી-ઢફ હોય અને તેઓને ફક્તને ફક્ત પ્રસિદ્ધી મેળવવા અને ખોટા જશ ખાટવાની કામગીરી કરે છે અને પ્રસિદ્ધ ભૂખ્યા આ ભાજપના સાશકોને માત્ર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવી અને પોતે જ પોતાના સત્તાના મદમાં રચ્યાપચ્યા રહે છે અને રાજકોટની જનતાને પીવાના પાણી પુરા પડ્યાની કામગીરીમાં ગુમરાહ કરે છે તેવું વશરામભાઈ સાગઠીયાની યાદીમાં જણાવ્યું છે.