અકિલા રઘુવંશી પરિવાર આયોજિત રાસોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

 શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફોર્મ વિતરણ કેન્દ્રો : ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા અનેક ઇનામો અપાશે
રાજકોટ તા.15
નવરાત્રિના સમય જેમ જેમ નજીક આવતો જાય છે, તેમ તેમ રઘુવંશી ખેલૈયાઓમાં નવરાત્રિમાં રમવાનો ઉત્સાહ વધતોજાય છે. નવરાત્રિના આગમનની કાગડોળે રાહ જોવાય છે. "રાસોત્સવ-2018નું આયોજન થતા રઘુવંશી યુવાધન રમવા માટે થનગની રહ્યું છે. ખેલૈયાનો અભૂતપૂવ ઘસારો જોતા આયોજકોન ઉત્સાહમાં વધારો થઇ રહ્યો છે. પરિવારની યુવા આયોજક ટીમે નંબર વનના આયોજક બનવા કમર કસી હોય તેમ, સતત અને સતત નવીનતમ યોજનાઓ બનાવી રહ્યાં છે.
અદ્યતન સાઉન્ડ સીસ્ટમની સાથે વિશાળ સ્ટેજ ઉપર ગુજરાતના નામાંકિત સાજીંદાઓ તથા ગાયકવૃંદો ફિલ્મી ગીતો ને બદલે માત્રને માત્ર માતાજીના ગરબા, લોકગીતો, પ્રાચીન-અર્વાચિન સ્તુતિઓ, દુહા-છંદના સંગાથે ખેલૈયાઓને રમાડવા અને ચાર ચાંદ લગાવી દેવા માટે અત્યંત ઉત્સુક છે.
બાળ ખેલૈયાઓ, પ્રિન્સ તેમજ સિનિયર સીટીઝન તથા રોજ-બરોજના વેલ ડ્રેસ, વેલ સ્ટેપ, વેલ એક્શન, વેલ ગૃપ આમ અનેક રીતે રાસ રમતા ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા આયોજકો ગોઠવણ કરી રહ્યા છે. નાનાથી મોટા તમામ રઘુવંશી ખેલૈયાઓ આનંદ માણી શકે, તે તમામ બાબતોની તકેદારી રૂપે આયોજન ગોઠવાય રહ્યું છે.
અકિલા રઘુવંશી પરિવાર ‘રાસોત્સવ - 2018’નું આયોજન થતાં જ ખેલૈયાઓના ઉત્સાહને ધ્યાનમાં લઈ શહેરના છેવાડાના વિસ્તાર સુધીના રઘુવંશી ખેલૈયાઓને ફોર્મ પુરા પાડવા માટે થઈને શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફોર્મ વિતરણ કેન્દ્રમાં શોપિંગ પોઈન્ટ (રેમન્ડ શો રૂમ) - લાખાજી રાજ રોડ, ભારત બેકરી પાસે, જલારામ સાડી - જલારામ ચોક, જલિયાણ હોલ - મવડી પ્લોટ, બાલાજી કોલ્ડ્રિંકસ - કોઠારિયા રોડ, હુડકો બસ સ્ટોપ પાસે, મનુભાઈ જોબનપુત્રા - દેવપરા શાક માર્કેટ અંદર, પુનિત ટ્રેડલીક - ભક્તિનગર સ્ટેશન રોડ, મનોજભાઈ ચતવાણી - સી/ઓ ગણેશ ટ્રાવેલ્સ, ખોડિયાર કોમ્પલેક્ષ, બાલક હનુમાન ચોક, પેડક રોડ, અંકુર સેલ્સ - વ્યાયામ શાળાની સામે, લોહાણાપરા, રામ મોબાઈલ - બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ, જલારામ ફરસાણ - એસ.કે.ચોક, ગાંધીગ્રામ, યુગ મેડિકલ સ્ટોર - નિર્મલા રોડ, હનુમાનમઢી પાસે, બિગબાઈટ - રેસકોર્ષ રોડ, ગોકુલ જનરલ સ્ટોર - સંતકબીર રોડ, પુલ પાસે, મંદિર સામે, રાજદીપ કોલડ્રિંક્સ - લાખાજીરાજ રોડ ખડપીઠ ચોક, પ્રકાશભાઈ સોમૈયા - સી/ઓ, વિવો સ્ટોર, કુવાડવા રોડ, સેલ પેટ્રોલ પંપ પાસે, રાજમંદિર ફરસાણ, વિરાણી ચોક, એસબીઆઈ બેંક સામે, પાયલ નોવેલ્ટી, લક્ષ્મીનગર મેઈન રોડ, લેડીટચ, ખોડિયાર ડેરી સામે, રૈયા રોડ, સોના બાઈટ (રઘુવંશી પાણીપુરી) નાગરિક બેંક પાસે રૈયા રોડ રહેશે.
ફોર્મ પરત રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, 18, સરદાર નગર મેઈનરોડ, પુજારા ટેલિકોમની બાજુની શેરીમાં આપવાના રહેશે. વધુ માહિતી માટે 98244 00030 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.