જંગલેશ્ર્વરમાંથી પકડાયેલ 8 કિલો ચરસ, 357 કિલો ગાંજાની તપાસમાં લાગી બ્રેક

 જમ્મુના યાકુબ અને સુરતના ભૈયાના સરનામાં વગર ક્યાં ત્રાટકવું : લોકલ ગંજેરીઓની શોધખોળ
રાજકોટ તા.15
તાજેતરમાં જ નશીલા પદાર્થોના વેચાણ માટે કુખ્યાત બનેલા જંગલેશ્વરમાં શહેર પોલીસે મોટા દરોડા પાડી 8 કિલો ચરસ અને 357 કિલો ગાંજાના જથ્થા સાથે આંઠ શખ્સોને પકડ્યા બાદ 14 દિવસના અને 4 દિવસના રિમાન્ડ મંજુર થયા છે પરંતુ ચરસ સપ્લાય કરનાર જમ્મુ કાશ્મીરના યાકુબખાનનું નામ અને ગાંજો સપ્લાય કરનાર સુરતના ભૈયાના નામ સિવાય બીજી કોઈ વિગતો નહિ હોવાથી તપાસમાં બ્રેક લાગી ગઈ છે હાલ પૂરતું લોકલીયા ગંજેરીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે મૂળ સુધી પહોંચે તે પૂર્વે જ રિમાન્ડ પુરા થઇ જાય તેવું લાગી રહ્યું છે
એનસીબી અમદાવાદના ઇનપુટ આધારે રાજકોટ એસઓજી અને ભક્તિનગર પોલીસે થોડા દિવસો પૂર્વે જંગલેશ્વરમાં દરોડો પાડ્યો હતો અને 8 કિલો 132 ગ્રામ ચરસ એટલે કે 81 લાખના ચરસ સાથે મહેબૂબ ઠેબા, ઇલ્યાસ હારૂનભાઇ સોરા, જાવેદભાઈ ગુલમહંમદભાઈ દલ અને રફીક ઉર્ફે મેમણ હબીબભાઇ લોયાની ધરપકડ કરી હતી આ પૈકી મહેબૂબ જે મુખ્ય સૂત્રધાર હતો તેની ઓળખાણ અજમેરમાં યાકુબખાન નામના શખ્સ સાથે થયા બાદ તે સપ્લાય કરેલું ચરસ ગોળીઓ બનાવીને છૂટક વેચતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તપાસ અર્થે ચારેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા પરંતુ જમ્મુ કાશ્મીરનો યાકુબખાન જુદા જુદા માણસો મારફતે માલ મોકલાવતો હતો અને યાકુબખાન જમ્મુ કાશ્મીરમાં ક્યાં રહે છે તેનું કોઈ સરનામું નહિ મળતા તપાસમાં બ્રેક લાગી ગઈ છે જયારે એક મહિના પૂર્વે જંગલેશ્વરમાં દરોડો પાડી ગાંજા સાથે પકડાયેલ અમિનાની દીકરી મદીનાબેન ઉસ્માનભાઈ જુણેજા, તેના પતિ ઉસ્માનભાઈ લઘરભાઈ જુણેજા, તેની દીકરી અફશનાબેન સલીમભાઇ કયદા અને સંબંધીના 17 વર્ષીય છોકરાને 357 કિલો ગાંજાના જથ્થા સાથે દબોચી લીધા બાદ તેઓને સુરતનો વિજય ભૈયા નામનો શખ્સ સપ્લાય કરતો હોવાનું જાણવા મળ્યું હતું આ આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર તેનો બે દિવસ પુરા થઇ ગયા છે પરંતુ વિજયનું પણ સુરતનું નામ સરનામું નહિ હોવાથી તેને કેવીરીતે શોધવો તે પોલીસ માટે મોટો પ્રશ્ર્ન ઉભો
થયો છે.
ચરસ અને ગાંજાના બે મોટા કેશમાં પોલીસને સફળતા પ્રાપ્ત થયા બાદ હવે મૂળ સુધી પહોંચવામાં પોલીસને નાછૂટકે બ્રેક મારવી પડી છે કામગીરીના ભાગરૂપે લોકલ લેવલે ખરીદ વેચાણ કરતા ગંજેરીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.