રાજકોટ રેલવે દ્વારા સ્વચ્છતા અભિયાન

રાજકોટ, તા.15
સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે ડી આર એમ ઓફિસથી રાજકોટ રેલ્વે સ્ટેશન સુધી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ડિઆરઅમે પી.બી.નિનાવે, એડી આર એમ એસ.એસ. યાદવ અને વિભાગનો અધિકારી, કર્મચારીઓ સરદાર પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ડીઆરએમ. એડીઆરએમ સહિતના અધિકારીઓએ રાજકોટ રેલ્વે સ્ટેશને ગંદકી દૂર કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું. 15 સપ્ટે થી 2 ઓકટોબર સુધી ચાલનારા અભિયાનમાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વચ્છતા હાથ ધરી જાગૃતતાનો સંદેશો પાઠવ્યો હતો. આ સાથે જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, સુરેન્દ્રનગર દ્વારકા સહિતના સ્ટેશનોમાં સ્વચ્છતા અભિયાનની જાગૃતતાની પહેલ કરી હતી.