‘બામ્બુ બિટ્સ’માં ખેલૈયાઓ પર થશે 500થી વધુ ઈનામોનો વરસાદ

‘ગુજરાત મિરર’ અને પાર્થરાજ કલબ આયોજિત બામ્બુ બિટ્સ દાંડિયા - 2018 અનેકરીતે રાજકોટમાં ટ્રેન્ડ સેટર બની રહેશે. શહેરના સૌથી મોટા અને વિશાળ એવા નાના મવા સર્કલ ખાતે યોજાનાર આ રાસોત્સવ રાજકોટનો પ્રથમ ડિજિટલ રાસોત્સવ બની રહેશે. સાથો સાથ રાસોત્સવમાં પહેલા કયારેય ન અપાયા હોય તેટલા એટલે કે 500થી વધારે ઈનામોનો વરસાદ ખેલૈયાઓ પર થશે. 16 હાઈફાઈ મોટર બાઈક, 30 એલઈડી 32 ઈંચ ટેલીવીઝન, 30 રેફ્રીઝરેટર, 30 વોશીંગ મશીન સહિત 500થી વધારે ઈનામોથી વિજેતાઓને નવાજાશે.
છેલ્લા 10થી વધારે વર્ષોથી બામ્બુ બિટ્સ માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં કલાસ દાંડિયા પ્રેમીઓ અને ખેલૈયાઓની નંબર વન પસંદગી બન્યુ છે ત્યારે આ વર્ષે ‘ગુજરાત મિરર’ અને પાર્થરાજ કલબના સથવારે ‘બામ્બુ બિટ્સ’ ગરબા - 2018 રાજકોટ જ નહીં સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ પર ખેલૈયાઓને ગરબે રમાડશે જ નહી પરંતુ ઝુમાવશે. રાજકોટના ઈડન ગાર્ડન ગણાતા સૌથી મોટા મેદાન નાના મવા સર્કલ ખાતે ખેલૈયાઓને થ્રીડી ગરબાની અનુભૂતિ થશે. સાથોસાથ લાઈટીંગ ઈફેકટથી ખેલૈયાઓને ગરબાના મેદાન નહીં પરંતુ સ્ટેડિયમની અનુભૂતિ થશે.
પાર્થરાજ કલબની યુવા ટીમ રાત-દિવસ જહેમત ઉઠાવી ધમાકેદાર પારિવારીક રાસ ઉત્સવને અંતિમ ઓપની તૈયારીમાં લાગી ગયા છે, રોશનીનો ઝળહળાટ વચ્ચે ખેલૈયાઓ મનમુકી રમી શકે તેવું ભવ્ય ગ્રાઉન્ડ રાખવામાં આવશે.
તેમજ ખેલૈયાઓને લાગેલા ઈનામોનો વરસાદ વરસાવામાં આવશે. પાર્થરાજ કલબ અને ‘ગુજરાત મિરર’ પ્રેઝન્ટ બામ્બુ બિટ્સ રાસોત્સવમાં યુવાધનને ડોલાવવા માટે હાઈફાઈ સાઉન્ડ સીસ્ટમની સાથોસાથ ગ્રાઉન્ડમાં સુંદર વ્યવસ્થા ગોઠવી એકી ડીઝીટલ રાસ ઉત્સવનું નિર્માણ કરાશે. રાજકોટમાં પ્રથમવાર આયોજનને નવારૂપ રંગ આપવામાં આવશે. રાજકોટમાં કયારે ન થયું હોય તેવું ભવ્યાતિભવ્ય આયોજન રાજકોટમાં આ વર્ષે થશે.
આ આયોજનને સફળ બનાવવા માટે રાજ ગઢવી, પ્રશાંત ઉકાણી, રવિ વાગડિયા, ભાર્યવ વાગડિયા, ભાર્ગવ વાગડિયા, હેમલ ગોહેલ, એન.ડી.ગઢવી, રૂપેશ તેરૈયા, જગત માટરિયા, મનીષ પટેલ, સંજય પટેલ, વિમલ ચિરાણી, ભાવેશ ગાંધી, શિમોલીબેન શાહ, બૈજુ જોશીપુરા સહિતના કમિટી મેમ્બરો બામ્બુ બીટ્સ નવરાત્રી મહોત્સવને ચાર ચાંદ લાગવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

Releted News