પાર્કિગ મુદ્દે હાઈકોર્ટના આદેશને પોલીસ અને મનપાએ કચરાપેટીમાં નાખી દીધા

રાજકોટ તા.15
પાર્કિગ પ્રશ્ર્ને હાઈકોર્ટ આદેશ આપ્યા હતા પરંતુ જયારે મિરરની ટીમે રિયાલીટી ચેક કરતા કયાંય નિયમોનું પાલન કરાવામાં આવતું જ નથી હજુ આડેધડ પાર્કિગ ચાર્જ વસુલવામાં આવે છે.
હજુ સુધી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે ગેરકાયદે દબાણો જે પાર્કિગ અને ટ્રાફિકમાં નડતરરૂપ છે ત્યાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.
રાજકોટ મહાપાલીકા અને પોલીસે સંયુકતમાં ટ્રાફિક પ્રશ્ર્ને એકશન પ્લાન બનાવ્યો હતો એક મહિના જેટલો સમય વિતી ગયો છે છતાંય હજુ સુધી કોઈને નોટિસ આપવામાં નથી આવી. કેટલાક લોકોએ તો પાર્કિગની પ્લીથ જ બંધ કરી દીધી છે આમ કાયદાકીય કાર્યવાહીથી બચવાના રસ્તા શોધી કાઢયા છે, મહાપાલીકાએ એક પણ મગરમચ્છો સુધી પહોંચી શકી નથી.
માત્ર ચોકડે કાર્યવાહી દેખાડવા માટે ગરીબ અને મધ્યમ વર્ગને હેરાન-પરેશાન કરી રહી છે શહેરમાં મોટા ભાગની હોસ્પીટલોમાં મહાપાલીકાએ કોઈ નોટીસ પાઠવી નથી તેનું કારણ શું?મોટાભાગની હોસ્પીટલોમાં પાર્કિગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યુ છે, પાર્કિગની વ્યવસ્થા નહીં હોવાના કારણે ટ્રાફીક જામ સર્જાય રહ્યો છે છતાંય તંત્ર કામ કરતાં કેમ અચકાય છે. અને કેમ નાના વેપારીઓ સામે સિંહ બની કાર્યવાહી કરી રહી છે. રાજકોટમાં હાલ તો ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તે ઉપરાંત પાર્કિગની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ છે, પાર્કિગ મુદે હાઈકોર્ટે કરેલા આદેશને પોલીસ મનપાએ કચરા પેટીમાં નાંખી દીધા છે.