મેમનગર ગુરુકુળના 255 છાત્રોએ એક માસ પર્યંત કરેલા ધારણા-પારણાં

 એક દિવસ જમવાનું અને બીજા દિવસે ઉપવાસની તપસ્યા
અમદાવાદ તા,15
ચાતુર્માસમાં લેવાતા નિયમો વિજ્ઞાનની દ્રષ્ટિએ આરોગ્યવર્ધક હોય છે. ઉપવાસ કે વ્રત જો ભગવત પ્રસન્નાર્થે કરવામાં આવે તો તે મોક્ષમુલક બને છે.
પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલની પ્રેરણાથી અમદાવાદ-મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રહેતા ધો. 9 થી કોલેજ કક્ષા સુધી 550 વિદ્યાર્થીઓમાંથી 255 ઉપરાંત વિદ્યાર્થીઓ એક માસ પર્યંત ધારણા પારણાના નિયમ લીધા છે.
નિયમોમાં:-(1)પયોવ્રત (2) શિશુ ચાન્દ્રાયણ (3) દંડ ચાન્દ્રાયણ (4)ઋષિ ચાંદ્રાયણ (5)પીપ્પિલીકા ચાન્દ્રાયણ (6) ધારણા પારણા જેમાં એક દિવસ જમવાનું અને બીજે દિવસ ઉપવાસ કરવાનો હોય છે. એક માસ પર્યંત વ્રત કરવાનું હોય છે પૂ.માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શાળાના આચાર્ય શ્રી સૂર્યકાંતભાઇ પટેલની પ્રેરણાથી ચાતુર્માસમાં અમદાવાદ-મેમનગર ગુરુકુલમાં રહેતા ધો. 9 થી કોલેજ કક્ષા સુધીના 550 વિદ્યાર્થીઓમાંથી 255 ઉપરાંત વિદ્યાર્થીઓ એક માસ પર્યંત ધારણા પારણાના નિયમ લીધા છે.