ઈન્દ્રપ્રસ્થનગરમાં ઉમંગથી તપસ્વીઓના સમુહ પારણા ઉજવાયા

રાજકોટ તા.15
શ્રી ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ મહેતા ઉપાશ્રયે પૂ.શ્રી ધીરગુરૂદેવનાં આજ્ઞાનવર્તી શાસન રત્ના પૂ.નર્મદાબાઈ મ.સ. પ્રવર્તિની પૂ.વનિતાબાઈ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં પર્યુષણ તપ ત્યાગથી ઉજવાયા. તપસ્વીઓના સમૂહ પારણાનો લાભ શ્રી ધીરેન્દ્રભાઈ બાટવિયાએ કુ.દ્રષ્ટિ નીલેષ બાટવિયાની અઠ્ઠાઈ નિમિત્તે લીધેલ. ધીરૂભાઈ વોરા, જયશ્રીબેન શાહ નલીનાઈ બાટવિયા રાજુભાઈ બાટવિયા વગેરે તેમજ મહિલા મંડળના વીણાબેન દોશી વગેરેએ સુંદર વ્યવસ્થા સંભાળી હતી. તા.20ના નરભેરામ પાનાચંદ મહેતા અને લલિતાબેન નરભેરામ મહેતાની પુણ્ય-તિથિ નિમિત્તે ઈન્દ્રપ્રસ્થનગર અને ગીતગુર્જરી સંઘમાં 9 સામાયિક સહિત દયા અને સમૂહ જાપ શ્રીમતી વસુબહેન પ્રવીણભાઈ મહેતા તરફથી રાખેલ છે. ભાવિકોએ તા.19 સુધીમાં નામ લખાવી આપવા જરૂરી છે.