‘રાજકોટ કા રાજા’માં ભકતોની ભીડ

શહેરમાં ગણેશોત્સવમાં રંગ જામી રહ્યો છે ત્યારે શાસ્ત્રી મેદાનમાં બિરાજમાન ‘રાજકોટ કા રાજા’ના દર્શન માટે ભકતોની ભીડ જામી રહી છે. આરતી માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. રોજ રાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રોજ રાતે હજારોની સંખ્યામાં લોકો ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. (તસવીર: પ્રવીણ સેદાણી)