મંજૂરી વગર ગણેશ વિસર્જન કરનાર સામે ફોજદારી

પાલિકા વિસ્તારમાં
ચીફ ઓફિસ સ્થળ નક્કી કરશેે, અધિક કલેક્ટરનું જાહેરનામું
રાજકોટ, તા.15
શહેરભરમાં ગણેશોત્સવ આસ્થા સાથે અને રંગે ચંગે ઉજવાઇ રહ્યો છે. શેરી-મહોલ્લામાં અને સાર્વજનિક ગણેશોત્સવમાં સ્થાપન થયેલી ગણેશજીની પ્રતિમાનું 26મીએ વિસર્જન થશે. આયોજકોને સરળતા રહે તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ વખતે વિસર્જ અંગે ગાઇડ લાઇન તૈયાર કરી જાહેરનામું પ્રસિધ્ધ થયું છે તે પ્રમાણે આયોજકો નક્કી કરેલા સ્થળોએ મૂર્તિઓનું પૂર્વ મંજૂરી સાથે જ વિસર્જન કરી શકશે. જાહેરનામાનો કડક અમલ થવાનો હોય ગાઇડ લાઇન ભંગ કરનારાઓ સામે સખત અને ફોજદારી કાર્યવાહી થશે. રાજકોટ જિલ્લા અધિક મેજેસ્ટ્રેટ પી.બી. પંડ્યા દ્વારા જાહેર થયેલા જાહેરાનામા પ્રમાણે રાજકોટમાં બે સ્થળે અને તાલુકામાં ત્રણ સ્થળે મળી કુલ પાંચ સ્થળોઅ વિસર્જન સ્પોટ નક્કી કરાયા છે જે પ્રમાણે રાજકોટમાં આજીડેમ ખાતે બે સ્થળે અને તાલુકામાં વાગુદળ હનુમાનધારા અને પાળ ખાતે મુર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે. ઉપરોક્ત સ્થળો રાજકોટમા મહાપાલિકા દ્વાર અને તાલુકામાં પાલિકાનાં ચીફ ઓફિસર દ્વારા નક્કી કરાયા છે.
વિસર્જન સમયે કોઇ અનીચ્છનીય ઘટનાઓ ન ઘટે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મૂર્તિ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે આયોજકોએ પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત આયોજકોએ પૂર્વ મંજૂરી લેવી ફરજીયાત બનાવાઇ છે. જાહેરનામાનો ભંગ કરનાર આયોજકો સીઆરપીસી કલમ-144 હેઠળ ફોજદાર કાર્યવાહી કરવામાં આવશે વિસર્જન પ્રસંગે શાંતિ-સુલેહ, કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે ઉપરાં જળસ્ત્રોતોમાં ગંદક ન ફેલાય અને પર્યાવરણને નુકશાન ન પહોંચે તે માટે વહિવટ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.