રાજકોટના 778 મતદાન મથક ખાતે કાલે ખાસ કેમ્પ

 ઇકઘ ખાસ મતદારી યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોના નામ ચડાવશે- કમી કરશે
રાજકોટ, તા.15
લોકસભાની ચૂંટણી પૂવ ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. તે અંતર્ગ આવતીકાલે રાજકોટ શહેરના 778 મતદાન મથક ઉપર બી.એલ.ઓ નવા મતદારોની નોંધણી અને નામ-સરનામા ફેરફાર માટેની કામગીરી કરનાર છે.
જિલ્લા કલેક્ટરે ડો.ગુપ્તાએ જણાવ્યું છે કે આવતીકાલે રાજકોટ શહેરના 778 મતદાન મથકમાં પૂર્વ વિસ્તારમાં 246,પશ્ર્વિમ વિસ્તારમાં 305, દક્ષિણ વિસ્તારમાં 227, ગ્રામ્યમાં 329, જસદમાં 256, ગોંડલમાં 235, જેતપુરમાં 304, ઘોરાજીમાં 270 મળી જિલ્લામાં કુલ 2202 મતદાન મથકમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમની કામગીરી હાથ ધરવામાં આવશે.
બી.એલ.ઓ સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધી મતદારયાદીમાં નવા નામ માટે ફોર્મ-6, નામકમી કરવા ફોર્મ-9, નામ સુધારણા ફોર્મ-8-અ, એકભાગમાંથી બીજા ભાગમાં લઇ જવા માટે ફોમ-8-કનું વિતરણ કરી મતદારો પાસેથી ભરીને પરત મેળવશે મતદારયાદીમાં નામ ચડાવવા માટે મતદારોએ જન્મ તારીખનો પૂરાવો, રહેઠાણનો પૂરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો
આપવાનો રહેશે. આવતીકાલે મતદારયાદીના સુધારણા કાર્યક્રમ અંતર્ગત ત્રણ રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હોય મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા બી.એલ.આ માટે મતદારયાદીના વિભાગની ખાસ કિટ તૈયાર કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ત્રણેય વિધાનસભા બેઠકમાં 8,26,869 મતદારો પાસે ચુંટણી ઓળખકાર્ડ છે. જ્યારે જિલ્લામાં 20,86,280 મતદારો પાસે ચૂંટણી ઓળખકાર્ડ છે હવે નવો કાર્યક્રમ જાહેર થયો હોવાથી લોકસભા બેઠકમાં નવા મતદારો નોંધાનાર છે.