કોંગ્રેસના નગરસેવક મારૂને ડેન્ગ્યુનો ડંખ

 આરોગ્ય વિભાગ હરકતમાં નહી આવે તો ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાશે
રાજકોટ તા.15
રાજકોટમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે ત્યારે વોર્ડનં.-18ના કોંગ્રેસના નગરસુવક નિર્મળ મારૂને ડેન્ગ્યુ હોવાનું બહાર આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું શહેરમાં ડેન્ગ્યુના 200થી વધુ કેસો હોસ્પિટલમાં નોંધાયા છે. ગંદકીના કારણે રોગચાળો શહેરમાં હાવી થઇ ગયો છે. ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે. ત્યારે વોર્ડનં.18ના નગરસેવક નિર્મળ મારૂને તાવ આવતો હોવાથી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ હોવાનું બહાર
આવ્યું હતું.
વોર્ડ નંબર 18માં ગંદા પાણીની અનેક ફરિયાદો ઉઠી છે તે ઉપરાંત ગંદકીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. તંત્રની સફાઇ યોગ્ય નહી હોવાનું નગરસેવકે જણાવ્યું હતું. ત્યારે રોગચાળાના આંકડાઓ જોતા આરોગ્ય તંત્ર હરકતમાં નહીં આવે તો રોગચાળો વધુ ફેલાવાનો ખતરો છે. અને ડેન્ગ્યુના કેસોમાં વધારો પણ નોંધાઇ શકે છે.
રોગચાળો અટકાવવા માટે તંત્રએ સતત ફોટીંગ કરાવું જોઇએ તે ઉપરાંત દવાનો છંટકાવ કરાવો જોઇએ. તો જ રોગચાળા ઉપર કાબુે મેળવી શકાશે. શહેરમાં છેલ્લા 10 દિવસથી રોગચાળાનાં આંકડાઓમાં સતત વધારો નોંધાય રહ્યો છે. કોંગ્રેસના નગરસેવક મારૂને ડેન્ગ્યુનો ડંખ થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. અને તે વિસ્તારોમાં ફોંગીગ શરૂ કરવામાં આવ્યું હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.