નવે.-ડિસે.માં ગુજરાતમાં યોજાશે ડીજીપી કોન્ફરન્સ, મોદી આવશે

ગાંધીનગર તા.15
દેશના રાજ્યોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલિસ(ડીજીપી)ની કોન્ફરન્સનું ગુજરાતમાં આયોજન થશે.દેશના ડીજીપીની કોન્ફરન્સ ગુજરાતના નર્મદા ટેન્ટસિટી ખાતે આયોજન થશે. આ પહેલા 2015માં કચ્છના ધોરડો ખાતે રાજ્યોના ડીજીપી સ્તરની કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ત્યારે આ વખતના નર્મદા ટેન્ટસિટી કોન્ફરન્સના આયોજનમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી હાજરી આપે તેવી શક્યતાઓ છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે. એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ આ કોન્ફરન્સ નવેમ્બર અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ રાજ્યોના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ જોડાશે અને દેશની સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવશે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં ગુનાહીત પ્રવૃત્તઓ રોકવા માટે કેવા પ્રકારની કાર્ય કરવુ તે અંગેના મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે. આ અગાઉ જાન્યુઆરી 2018માં મધ્યપ્રદેશમાં ટેકનપુરમાં બીએસએફ એકેડમીમાં યોજાઇ હતી.
જો કે રાજ્ય સરકાર કે કેન્દ્રના ગૃહમંત્રાલય તરફથી આ કોન્ફરન્સ અંગે હજુ સુધી કોઇ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી.
મહત્વનુ છે કે, આ પહેલા 3 વર્ષ પહેલા મોદીએ કચ્છના ધોરડોમાં ડીજીપી કોન્ફરન્સ યોજી હતી, જેમાં આંતરીક સુરક્ષા માટે મોટા બદલાવની અપેક્ષા રાખવામાં આવી હતી. ગૃહ વિભાગના સુત્રોએ જણાવ્યુ કે, નવેમ્બર કે ડિસેમ્બરમાં આ કોન્ફરન્સ યોજાશે. હજી તેની તારીખ નક્કી થઈ નથી. આ વખતની કોન્ફરન્સમાં સ્માર્ટ પોલીસનો ક્ધસેપ્ટ પણ અમલમાં મુકાશે. પોલીસ સ્ટ્રીક્ટ, સેન્સિટીવ, મોર્ડન, મોબાઈલ, એલર્ટ અને એનર્જેટિક હોવી જોઈએ.
---------------------