ગણેશ ઉત્સવમાં પીઓપીની મૂર્તિથી દૂર રહીએ

દોસ્તો અત્યારે ગલી ગલી અને ચોકે ચોકે ગણપતિજી બિરાજમાન થયેલ જોવા મળે છે. આકર્ષક અને મનમોહક શણગારેલ મૂર્તિઓ જોઈને જ હૃદયમાં ભક્તિભાવ છલકાઈ જાય છે પણ દોસ્તો તમે જાણો છો કે જો આ મૂર્તિ ઇકો ફ્રેન્ડલી ન હોય અને પ્લાસ્ટર ઑફ પેરિસની બનેલી હોય તો પર્યાવરણને કેટલુ નુકશાન કરે?
* પણ જયારે આપણે ગણેશની મૂર્તિ બનાવીએ છીએ કે ખરીદીએ છીએ ત્યારે શા માટે આપણે માટીની મૂર્તિઓ લાવવી જોઈએ?
* આજે બજારમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિ મળે છે જે પર્યાવરણ માટે હાનિકારક છે કારણ કે તે અત્યંત સસ્તી અને ઝડપથી બની જાય છે .
* પીઓપી માં રસાયણો જેવા કે સલ્ફર, જીપ્સમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે.
* જે ધીમે ધીમે, પીઓપીની ઓગળી જાય છે અને પાણીનું એસીડિક સ્તર વધારે છે.
* જેનાથી તે ઝેરી અને દુષિત પાણી પણ બનાવે છે.
* આ પાણી જળચર માછલી અનેઅન્ય એક્વા જીવો માટે અત્યંત હાનિકારક અને જીવલેણ પણ છે.
* આ ઉપરાંત મૂર્તિઓ રંગવા માટે વાપરવામાં આવતી ડાયઝનોમાં બુધ, કેડમિયમ, આર્સેનિક, લીડ અને
કાર્બન જેવી હાનિકારક ત્ત્વો સામેલ હોય છે.
* પ્લાસ્ટિક અને થર્મોકોલ સામગ્રી, જે મૂર્તિઓને શણગારવા માટે વપરાય છે, બાયોડિગ્રેડેબલ નથી.
* તેથી તેઓ ગંભીરતાપૂર્વક પર્યાવરણને અસર કરે છે અને આ ભક્તિ વાત દરેક બાળકોને ખબર હોવી જોઈએ