આમ ગણપતિજીએ વાહન તરીકે ઉંદરની પસંદગી કરી....। Story Time

ગજમુખાસુર નામે રાક્ષસ હતો.
તેણે ખૂબ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે તેં કોઈ મનુષ્ય,
દેવ, દાનવ કે પ્રાણીથી મરી શકે નહીં ભગવાને વરદાન આપતી વખતે જ તેને સાવધાન કર્યો હતો કે આ વરદાનથી તે કોઈને પરેશાન કરશે નહીં આમ છતાં તેને બધાને પરેશાન કરવાનું શરૂ કરતાં બધા શિવજીને ફરિયાદ કરવા આવ્યા આ સાંભળી શિવજીએ ગણપતિજીને રાક્ષસ ગજમુખાસુરને પાઠ ભણાવવા માટે મોકલ્યા અને ગણપતિજી શિવજીના આશીર્વાદ લઇ નીકળ્યા ગજમુખાસુરને શિવજીએ વરદાન આપ્યું હતું પણ એ વરદાન મુજબ ગણપતિનું મસ્તક હાથીનું હોવાથી તેની શક્તિ ગણેશજી પાસે કામ ન આવી અંતે ગજમુખાસુરે હારીને ઉંદરનું રૂપ
ધારણ કરી લીધું અને હાર સ્વીકારી
લીધી માફી માંગી અને તેના ચરણમાં રાખવા અરજી કરી ગણપતિજીએ તેની વાત સ્વીકારી લીધી અને પોતાના વાહન તરીકે પસંદ કરી કાયમ માટે પોતાની પાસે રાખી લીધો ત્યારથી ગણપતિજીના વાહન તરીકે ઉંદર પણ સાથે જ હોય છે.