ડિસેમ્બર સુધીમાં તમામ ફાસ્ટ પ્રીમિયમ ટ્રેનોમાં GPS લગાવાશે

 ટ્રેનનું લોકેશન જાણવા સહિતના અનેક ફાયદા
અમદાવાદ, તા.15
હવે બહુ ટૂંક્ સમયમાં રેલવેમાં મુસાફરી ક્રવા ઇચ્છુક્ પ્રવાસીઓને ટ્રેન ક્યાં પહોંચી, ક્ેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીક્ર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય ક્ે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન ક્ેન્દ્રિત ક્રવું નહીં પડે. તાજેતરમાં જ રેલવેતંત્રએ વોટ્સએપ નંબર જાહેર ર્ક્યા છે, જેમાં ટ્રેનની તમામ માહિતી પીએનઆર નંબર મૂક્વાથી મળી રહેશે, પરંતુ આ માહિતી પ્રવાસીને ચોક્કસ સ્વરૂપે મળે તે પણ જરૂરી છે. તેના માટે જીપીએસ અત્યંત આવશ્યક્ હોવાથી ટ્રેનના રેલવે એન્જિનમાં હવે જીપીએસ લગાવવાનું શરૂ ક્રાયું છે, જેના ક્ારણે ટ્રેનનું ચોક્કસ લોક્ેશન પણ જાણી શક્ાશે. જીપીએસના માધ્યમથી બીજા અનેક્ ફાયદા પણ થશે, જેમ ક્ે અત્યારે સ્ટેશન માસ્તર દ્વારા ટ્રેનના આવવા-જવાનો રેક્ોર્ડ મેન્ટેન ક્રવામાં આવે છે, પરંતુ જીપીએસ લાગ્યા બાદ આપોઆપ તેમાં ડેટા ફીડ થઇ જશે ક્ે ક્ઇ ટ્રેન ક્ેટલા વાગ્યે ક્યા સ્ટેશન પર આવી અને ઉપડી. ટ્રેનને તેના નિયત સમયે દોડાવવા રેલવેતંત્ર દ્વારા ઘણા પ્રયાસ ક્રવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ટ્રેન તેના નિયત સમય ક્રતાં હંમેશાં પ થી 1પ મિનિટ મોડી પડે છે, જોક્ે રેલવે પ્રવાસીઓ પણ આ બાબતથી હવે ટેવાઇ ગયા છે પણ ઘણી વખત ટ્રેન તેના નિયત સમય ક્રતાં અડધો ક્લાક્ ક્ે તેથી વધુ સમય માટે મોડી પડે તો મુસાફરો નારાજગી સાથે સ્ટેશન માસ્તરની ઓફિસમાં વારંવાર પૂછપરછ ક્રવા માટે પહોંચી જાય છે. આ સંજોગોમાં તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા એક્ વોટસએપ નંબર જાહેર ક્રાયો છે. આ વોટસએપ નંબર પર પીએનઆર નંબર લખવાથી તરત જ ટ્રેન અંગેની તમામ માહિતી મુસાફરને મળી જશે. પીએનઆર વગર મુસાફરને આ અંગેની માહિતી નહીં મળી શક્ે.
લાગી જવાથી ટ્રેન ક્યાં પહોંચી છે, ક્ેટલા સમયમાં સ્ટેશન પર આવશે તે પણ ઓટોમેટિક્ તેમાં આવી જશે. તેથી અત્યારે જે મેન્યુઅલી થાય છે તે હવે ઓનલાઇન ઓટોમેટિક્ થશે. મુસાફરો માત્ર એક્ જ કિલક્થી ટ્રેનનું ચોક્કસ લોક્ેશન જાણી શક્શે. તેથી સ્ટેશન પર વહેલાં આવીને તેમને ક્લાક્ો સુધી બેસી રહેવું નહીં પડે. હાલમાં શતાબ્દી ટ્રેનોના એન્જિનમાં જીપીએસની આ સિસ્ટમ લાગી ચૂક્ી છે.
આશ્રમ એક્સપ્રેસ, રાજધાની, દૂરંતો સહિતની પ્રિમીયમ ટ્રેનોમાં આ સિસ્ટમ લગાવવાનું ક્ામ ચાલુ છે. રેલવે વિભાગના અધિક્ારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વેસ્ટર્ન રેલવેની રપથી વધુ ટ્રેનમાં આ સિસ્ટમ લાગી ચૂક્ી છે. ડિસેમ્બર સુધીમાં તમામ ફાસ્ટ પ્રીમિયમ ટ્રેનમાં જીપીએસ ક્ાર્યરત થઇ જશે. જેનો સીધો ફાયદો પ્ોસ્ોન્જરોન્ો ટ્રેનન્ાું લોક્ેશન જાણવામાં થશે.